AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીના વેવાઈએ ખરીદેલી કંપનીના શેરમાં આજથી નહિ થાય કારોબાર, જાણો શું છે કારણ

દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (DHFL) ના શેરમાં BSE અને NSEના મુખ્ય એક્સચેન્જોમાં આજથી ટ્રેડિંગ થશે નહિ. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા નાદાર DHFL માટે પીરામલ ગ્રુપ(Piramal Group)ની સમાધાન યોજનાની મંજૂરીની વચ્ચે બજારની મુશ્કેલીઓ ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન - DHFL
| Updated on: Jun 14, 2021 | 7:57 AM
Share

દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (DHFL) ના શેરમાં BSE અને NSEના મુખ્ય એક્સચેન્જોમાં આજથી ટ્રેડિંગ થશે નહિ. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા નાદાર DHFL માટે પીરામલ ગ્રુપ(Piramal Group)ની સમાધાન યોજનાની મંજૂરીની વચ્ચે બજારની મુશ્કેલીઓ ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

ટ્રિબ્યુનલે 7 જૂને ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (IBC) હેઠળ ઠરાવ યોજનાને મંજૂરી આપી હતી. આપને જણાવી દઈએ કે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના સસરાએ DHFL અધિગ્રહણ કરી છે.

આજથી શેર્સમાં ટ્રેડિંગ બંધ BSE અને NSEએ શુક્રવારે અલગ પરિપત્રો બહાર પાડતાં કહ્યું હતું કે તેઓ 14 જૂને DHFLના શેરમાં ટ્રેડિંગ બંધ કરશે. ડીએચએફએલ માટે માન્ય રિઝોલ્યુશન પ્લાન હેઠળ કંપનીના ઇક્વિટી શેરને સ્ટોક એક્સચેંજમાંથીહટાવવા પડશે.

34250 કરોડમાં DHFL બો સોદો થયો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ પીરમલ ગ્રૂપની DHFL માટે બોલીને મંજૂરી આપી દીધી છે, કંપની ઇન્સોલ્વન્સી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે જેમાં કેટલીક શરતો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં આરબીઆઈએ પીરામલ ગ્રુપને 34,250 કરોડ રૂપિયામાં ડીએચએફએલ સંપાદનને મંજૂરી આપી હતી. પિરામલ ગ્રુપની કંપની પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના સમાધાન યોજનાને જાન્યુઆરીમાં COCએ મંજૂરી આપી હતી.

ડી.એચ.એફ.એલ. પર બેંકોનું 90,000 કરોડ રૂપિયા દેવું છે. ડીએચએફએલ બેન્ક, મ્યુચ્યુઅલ ફંડ્સ અને રોકાણકારો સહિત કંપનીમાં ફિક્સ ડિપોઝીટ સહિતના વિવિધ ધીરધારકોના 90,000 કરોડ રૂપિયાથી વધુના દેવા સાથે નાદાર થઈ ગઈ છે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

g clip-path="url(#clip0_868_265)">