Share Market : ઘટાડા સાથે થઇ સાપ્તાહિક કારોબારની શરૂઆત , SENSEX 58000 નીચે સરક્યો

|

Sep 13, 2021 | 10:41 AM

શરૂઆતી વેપારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેર વધી રહ્યા છે જ્યારે 21 શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં એચસીએલ ટેક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં 1%થી વધુનો ઘટાડો થયો છે.

સમાચાર સાંભળો
Share Market : ઘટાડા સાથે થઇ સાપ્તાહિક કારોબારની શરૂઆત , SENSEX 58000 નીચે સરક્યો
Stock Market

Follow us on

સપ્તાહનાના પહેલા દિવસે એટલે કે આજે શેરબજાર(Share Market) નબળાઈ સાથે ખુલ્યું છે. આજે સેન્સેક્સ(Sensex) 58,262 પોઈન્ટ પર ખુલ્યો હતો અને નિફ્ટી(Nifty)એ 17,363 પોઈન્ટ પર કારોબાર શરૂ કર્યો હતો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 250 પોઇન્ટ ઘટીને 57,944.63 સુધી લપસ્યો હતો જયારે નિફ્ટી 60 પોઇન્ટ ઘટીને 17,300 પર જોવા મળ્યો હતો.

શરૂઆતી વેપારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેર વધી રહ્યા છે જ્યારે 21 શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં એચસીએલ ટેક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં 1%થી વધુનો ઘટાડો થયો છે.

આજે આઇટી અને બેન્કિંગ શેરો બજાર પર દબાણ લાવી રહ્યા હોય તેવું લાગે છે. એનએસઈ પર આઈટી ઈન્ડેક્સ લગભગ અડધા ટકાની નબળાઈ સાથે વેપાર કરતા જોવા મળે છે. જેમાં એચસીએલ ટેકનો હિસ્સો 1%થી વધુ ઘટ્યો છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

BSE પર 2,562 શેરમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાં 1,412 શેર વધી રહ્યા છે અને 994 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 255 લાખ કરોડ નોંધાઈ છે. અગાઉ ગુરુવારે સેન્સેક્સ 55 અંક વધીને 58,305 અને નિફ્ટી 16 અંકના વધારા સાથે 17,369 પર બંધ થયો હતો.

રૂપિયો નબળો પડ્યો
સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત નબળાઈ સાથે જોવા મળી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 10 પૈસા ઘટીને 73.60 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગત સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 73.50 ના સ્તર પર બંધ થયો હતો.

વૈશ્વિક સંકેત નબળા રહ્યા
વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો છે. એશિયામાં NIKKEI અને SGX NIFTY ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે.ડાઉ ફ્યુચર્સમાં 70 પોઈન્ટની મજબૂતાઈ જોવા મળી રહી છે. અર્થતંત્રમાં ધીમી રિકવરી અને ટેક્સ વધારાની ચિંતાને કારણે બજારના સેન્ટિમેન્ટ નબળા પડ્યા છે. આજે એશિયન બજારોમાં પણ મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 89.00 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. નિક્કી 0.29 ટકાના ઘટાડા સાથે 30,292.84 ની આસપાસ જોવા મળે છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં -0.82 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટ 0.14 ટકાના નજીવા વધારા સાથે વેપાર કરી રહ્યો છે.

 

આ પણ વાંચો :  SBI pension seva: SBI એ શરૂ કરી PensionSeva વેબસાઇટ , પેન્શનરો માટે એક ક્લિક પર ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે , જાણો વિગતવાર

 

આ પણ વાંચો : Multibagger Stock 2021 : આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા, 1 લાખ રૂપિયાના 8 કરોડ બન્યા , જાણો સ્ટોક વિશે વિગતવાર

Next Article