AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Today : શેરબજારમાં તેજી યથાવત, Sensex અને Nifty એ નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી

Share Market Today : મજબૂત વૈશ્વિક સંકેત સાથે આગળ વધતા ભારતીય શેરબજારની શરૂઆત આજે બુધવારે તારીખ 19 જુલાઈ 2023 ના રોજ પણ લીલા નિશાન ઉપર થઈ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં ખુલ્યા છે.

Share Market Today : શેરબજારમાં તેજી યથાવત, Sensex અને Nifty એ નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 9:23 AM
Share

Share Market Today : મજબૂત વૈશ્વિક સંકેત સાથે આગળ વધતા ભારતીય શેરબજારની શરૂઆત આજે બુધવારે તારીખ 19 જુલાઈ 2023 ના રોજ પણ લીલા નિશાન ઉપર થઈ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં ખુલ્યા છે. આજના કારોબારના પ્રારંભ સમયે સેન્સેક્સ(SensexToday) 0.16 ટકા અને નિફટી (Nifty Today) 0.27 ટકા વૃદ્ધિ સાથે કારોબારનો પ્રારંભ કરવામાં સફળ રહ્યા છે. મંગળવારે 18 જુલાઈ 2023 ના રોજ સેન્સેક્સ (Sensex Life Time High) 67,007.02 અને નિફટી (Sensex Life Time High) 19,819.45 સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

આજે પણ શરૂઆતી કારોબારમાં બન્ને મુખ્ય ઇન્ડેકસે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી હતો. સેન્સેક્સ 67,083 સુધી ઉપલા સ્તરે પહોંચ્યા બાદ સવારે 9.20 વાગ્યાના અરસામાં ફરી જોકે 67000 નીચે સરકી ગયો હતો.

Stock Market 52 week High Level (Jul 19, 2023, 9.20 am)

  • SENSEX  : 67,083.42
  • NIFTY      : 19,828.90

આજે બુધવારે તારીખ 19 જુલાઈ 2023 ના રોજ સવારે સેન્સેક્સ 66,905.01 ઉપર ખુલ્યો હતો. આ સમયે ઇન્ડેક્સમાં 109.87 અંક મુજબ 0.16%ની તેજી જોવામળી હતી. બીજી તરફ નિફટીમાં 53.70 પોઇન્ટ અનુસાર 0.27% નો ઉછાળો નોંધાયો હતો. આજે સવારે નિફટી 19,802.95 ઉપર ખુલ્યો હતો

Stock Market Opening Bell (Jul 19, 2023)

  • SENSEX  : 66,905.01 +109.87 
  • NIFTY      : 19,802.95 +53.70 

FII અને DII ના ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 18 જુલાઈએ   રૂ. 2,115.84 કરોડના શેર ખરીદ્યા છે જ્યારે આ સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 18 જુલાઈ 2023ના રોજ રૂ. 1,317.56 કરોડના શેર વેચ્યા હતા. આ માહિતી નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના જાહેર  ડેટા દર્શાવે છે.

NSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ

NSE એ ડેલ્ટા કોર્પ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, મણપ્પુરમ ફાઈનાન્સ અને RBL બેન્કને જુલાઈ 19 માટે તેની F&O પ્રતિબંધ સૂચિમાં જાળવી રાખ્યા છે. F&O સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં કઈ કંપનીઓ આવે છે તે પૂછતાં જાણવા મળ્યું હતું કે આમ એ કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માર્કેટ-વાઈડ પોઝિશન લિમિટના 95 ટકાને વટાવી જાય  છે.

ડૉલરની સ્થિતિ

કોર રિટેલ વેચાણમાં જૂનમાં મજબૂત લાભ જોવા મળ્યા બાદ મંગળવારે કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડૉલર 15-મહિનાની નીચી સપાટીથી ઉછળ્યો હતો કારણ કે રોકાણકારો આગામી સપ્તાહે ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

વૈશ્વિક સંકેત સારા મળ્યા હતા

મહિના દરમિયાન 0.2% ના વધારા સાથે જૂનમાં અપેક્ષા કરતાં યુએસ રિટેલ વેચાણમાં વધારો થયો હતો. અગાઉના અહેવાલ મુજબ વેચાણ 0.3% ને બદલે 0.5% વધ્યું છે. બજારમાં તેજીની શરૂઆત જોઈ શકે છે કારણ કે GIFT નિફ્ટી 19,808 પર 4.5 પોઈન્ટના વધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે ફ્લેટ ઓપનિંગ સૂચવે છે. 17 જુલાઈએ સેન્સેક્સ 205.21 પોઈન્ટ અથવા 0.31 ટકા વધીને 66,795.14 પર અને નિફ્ટી 37.80 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 19,749.30 પર હતો.

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">