AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Today : ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, IKIO Lighting IPO ખુલ્યો

Share Market Today : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત ફ્લેટ થઇ છે. મંગળવારે બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં બંધ થયા હતા.આજે સેન્સેક્સ લાલ નિશાન નીચે જયારે નિફટી સામાન્ય તેજી નોંધાવી લીલા નિશાન નિશાન ઉપર ખુલ્યો છે.

Share Market Today : ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, IKIO Lighting IPO ખુલ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 9:45 AM
Share

Share Market Today : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત ફ્લેટ થઇ છે. મંગળવારે બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં બંધ થયા હતા.આજે સેન્સેક્સ લાલ નિશાન નીચે જયારે નિફટી સામાન્ય તેજી નોંધાવી લીલા નિશાન નિશાન ઉપર ખુલ્યો છે. આજના કારોબારની શરૂઆતની વાત કરીએતો સેન્સેક્સ (Sensex Today) 49.12 પોઇન્ટ અથવા 0.078% નુકસાન સાથે 62,738.૩૫ ની સપાટીએ ખુલ્યો હતો. મંગળવારે કારોબારના અંતે BSE સેન્સેક્સ 240 પોઈન્ટના ઉછાળા સાથે 62,787 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફટીની વાત કરીએતો નજીવા વધારા સાથે 18,600.80 ઉપર કારોબાર શરૂ કર્યો હતો. આ સમયે ઇન્ડેક્સમાં 6.95 પોઇન્ટ અથવા 0.037%ની નજીવી વૃદ્ધિ જોવા મળી હતી. આજે વૈશ્વિક બજારો તરફથી સારા સંકેત મળ્યા નથી અને SGX NIFTY ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.

શેરબજારની સ્થિતિ  ( 06-06-2023 , 09:15am )
SENSEX 62,760.84 −26.63 (0.042%)
NIFTY 18,595.65 +1.80 (0.0097%)

વૈશ્વિક સંકેત

આજે  વિશ્વભરના શેરબજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અડધા ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ લીલા નિશાનમાં છે. SGX NIFTY લાલ નિશાન નીચે સરકી ગયો હતો જે 18700 નીચે નીચલા સ્તરે જોવા મળ્યો હતો. સવારે 7.20 વાગે તે 18,705 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ યુએસ ફ્યુચર્સ માર્કેટમાં મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા સોમવારે ભારતીય શેરબજાર તેજીમાં બંધ થયું હતું.

IKIO Lighting IPO ખુલ્યો

IKIO નો IPO આજથી  સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 8 જૂને બંધ થશે. રૂ. 607 કરોડનો આ આઇપીઓ રૂ. 350 કરોડના ફ્રેશ ઇક્વિટી શેર સાથે બજારમાં આવશે અને આમાં 90 લાખ શેર પ્રમોટરો દ્વારા ઓફર ફોર સેલ દ્વારા વેચવામાં આવશે. આ ઈસ્યુની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 270-285 નક્કી કરવામાં આવી છે અને એન્કર રોકાણકારો માટે બિડિંગ પ્રક્રિયા આજે 5 જૂનથી શરૂ થઇ હતી. તેની લોટ સાઈઝ 52 શેરની હશે અને રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ માટે શેર માટે બિડ કરી શકે છે. કંપનીના શેરની ફાળવણી 13 જૂને થવાની ધારણા છે અને ત્યારબાદ 16 જૂને BSE અને NSE પર શેરનું લિસ્ટિંગ થશે.

આ  પણ વાંચો : ભારતની સંરક્ષણ કંપનીઓ તેના રોકાણકારોને માલામાલ બનાવી રહી છે, શેરધારકોને 3 વર્ષમાં 350% થી વધુ રિટર્ન મળ્યું

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">