Share Market : BSEની ટોચની 10 કંપનીઓમાંથી 9 ના માર્કેટ કેપમાં રૂ 1.47 લાખ કરોડનો ઘટાડો થયો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ રૂ. 75,961.53 કરોડ ઘટીને રૂ. 15,68,550 કરોડ થયું હતું. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટકેપ રૂ. 18,069.87 કરોડ ઘટીને રૂ. 12,85,660 કરોડ થયું હતું.
BSE સેન્સેક્સની TOP10 કંપનીઓમાંથી 9ના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે રૂ 1,47,360.93 કરોડનો ઘટાડો થયો છે. આમાં સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને થયું છે. ટોપ 10 કંપનીઓની યાદીમાં દેશની અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસના માર્કેટમાં વધારો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે, 30 શેરો ધરાવતો BSE બેન્ચમાર્ક 1,050.68 પોઈન્ટ અથવા 1.73 ટકા તૂટ્યો છે. બીજી તરફ ગુરુ નાનક જયંતિ નિમિત્તે શુક્રવારે શેરબજાર બંધ રહ્યું હતું.
કઈ કંપનીઓને કેટલું નુકસાન ? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ રૂ. 75,961.53 કરોડ ઘટીને રૂ. 15,68,550 કરોડ થયું હતું. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટકેપ રૂ. 18,069.87 કરોડ ઘટીને રૂ. 12,85,660 કરોડ થયું હતું.
HDFCનું માર્કેટકેપ રૂ. 12,321.11 કરોડથી ઘટીને રૂ. 5,29,236.66 કરોડ અને કોટક મહિન્દ્રા બેન્કનું માર્કેટકેપ રૂ. 9,816.28 કરોડની ખોટ સાથે રૂ. 4,01,367.04 કરોડ રહ્યું હતું.
ICICI બેન્કનું માર્કેટકેપ રૂ. 9,409.46 કરોડ ઘટીને રૂ. 5,29,606.94 કરોડ થયું હતું. HDFC બેન્કનું માર્કેટકેપ રૂ. 7,904.08 કરોડ ઘટીને રૂ. 8,52,532.36 કરોડ થયું હતું.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું માર્કેટકેપ રૂ. 6,514.96 કરોડ ઘટીને રૂ. 4,49,755.80 કરોડ થયું હતું. બજાજ ફાઇનાન્સનું માર્કેટકેપ રૂ. 5,166.77 કરોડ ઘટીને રૂ. 4,52,188.74 કરોડ થયું હતું. એ જ રીતે, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનું માર્કેટકેપ રૂ. 2,196.87 કરોડ ઘટીને રૂ. 5,63,349 કરોડ થયું હતું.
ઇન્ફોસિસના માર્કેટ કેપમાં વધારો ૯ કંપનીઓમાં ઘટાડાની સ્થિતિથી ઇન્ફોસિસનું માર્કેટકેપ રૂ. 294.39 કરોડથી વધીને રૂ. 7,48,875.37 કરોડ થયું છે.
કરો એક નજર Top 10 કંપનીઓ ઉપર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગયા અઠવાડિયે ટોચની 10 કંપનીઓના રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. આ પછી TCS, HDFC બેંક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, ICICI બેંક, HDFC, બજાજ ફાઇનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને કોટક મહિન્દ્રા બેંકનો ક્રમ આવે છે.
FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ગુરુવારે બજારમાંથી રૂ. 3,930.62 કરોડ ઉપાડ્યા હતા જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ રૂ. 1,885.66 કરોડનું રોકાણ કર્યું હતું.
ગત સપ્તાહે કારોબારમાં ઘટાડો નોંધાયો હતો ગયા સપ્તાહે ભારતીય શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે 18 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં FIIનું વેચાણ વધુ રહ્યું હતું. આ દરમ્યાન ભારતીય બજાર લગભગ 2 ટકા તૂટ્યું હતું. BSE સેન્સેક્સ 1,111.41 પોઈન્ટ્સ અથવા 1.83 ટકાના ઘટાડા સાથે 59,575.28 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 337.95 પોઈન્ટ અથવા 1.86 ટકાના ઘટાડા સાથે 17,764.8 પર બંધ રહ્યો હતો.
આ પણ વાંચો : રોકાણકારોમાં SIPની વધી રહી છે લોકપ્રિયતા, એપ્રિલ થી ઓક્ટોબર દરમ્યાન રૂપિયા 67,000 કરોડનું રોકાણ થયું