Share Market : નવા રેકોર્ડ સ્તરે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 500 અંક ઉછળ્યો અને નિફ્ટી 16850 ને પાર પહોંચ્યા

|

Aug 30, 2021 | 10:16 AM

આજે જન્માષ્ટમીનો પર્વ છે . આજે પવિત્ર દિવસે બજારમાં ઘણી ખરીદી ચાલી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેર તેજી દેખાડી રહ્યા છે અને 1 કંપની નરમાશ દર્શાવી રહી છે.

સમાચાર સાંભળો
Share Market  : નવા રેકોર્ડ સ્તરે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 500 અંક ઉછળ્યો અને નિફ્ટી 16850 ને પાર પહોંચ્યા
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજાર મજબૂત સ્થિતિમાં ખુલ્યું છે.આજે બજારની રેકોર્ડ સપાટી ઉપર ખુલ્યું છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ સર્વોચ્ચ સપાટી ઉપર ટ્રેડ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ 56,329 ના સ્તરે ખુલ્યો છે અને નિફ્ટીએ 16,775 પર કારોબારનો પ્રારંભ કર્યો હતો.  સવારે 10.10 વાગ્યાના અરસામાં સેન્સેક્સ 500 અંક ઉછાળા સાથે 56625 ના સ્તરે જોવા મળ્યો છે. તો નિફ્ટી 16850 આસપાસ ટ્રેડ કરતો જોવા મળ્યો છે.

આજે જન્માષ્ટમીનો પર્વ છે . આજે પવિત્ર દિવસે બજારમાં ઘણી ખરીદી ચાલી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેર તેજી દેખાડી રહ્યા છે અને 1 કંપની નરમાશ દર્શાવી રહી છે. ઇન્ડેક્સમાં ટાઇટન અને ટાટા સ્ટીલના શેરમાં 1%થી વધુનો વધારો થયો છે.

આજે પ્રારંભિક સત્રમાં સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.38 ટકાની નબળાઈની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.69 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.52 ટકા વધારાની સાથે 35,814.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. બેન્કિંગ, ઑયલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, એફએમસીજી, ઑટો, રિયલ્ટી, પીએસયુ બેન્ક, મેટલ, આઈટી, હેલ્થકેર અને ફાર્મા શેરોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે. દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, ટાટા મોટર્સ, ટાઈટન, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી લાઈફ અને એમએન્ડએમ 1.14-2.39 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં પાવરગ્રિડ તૂટ્યોછે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

સરકારે દેશના સૌથી મોટા ઈશ્યૂના મેનેજ કરવા માટે 10 ઈનવેસ્ટમેન્ટ બેન્કોને પસંદ કરી લીધા છે. તેમાં ગોલ્ડમેન સૅક્સ, સિટીગ્રુપ, SBI કેપિટલ સહિત 10 ઈનવેસ્ટમેન્ટ બેન્કોના નામ ફાઈનલ કર્યા છે. સરકારને આશા છે કે LIC માં પોતાની ભાગીદારી વેચીને તે 80,000-90,000 કરોડ રૂપિયા એકઠા કરી શકે છે. માર્ચ 2022 સુધી સરકારને વિનિવેશથી 1.75 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાની છે. આ યોજનાની હેઠળ સરકાર LIC માં પોતાની ભાગીદારી ઘટાડી રહી છે.સરકારની એક પેનલ જલ્દી જ આ વાત પર નિર્ણય કરી શકે છે કે LIC ના IPO ની સાઈઝ શું રહેશે ? આ બાબતનીની જાણકારી રાખવા વાળા સૂત્રોએ જણાવ્યુ કે સરકાર 10% ભાગીદારી બે ચરણોમાં વેચી શકે છે.

આ પણ વાંચો : ITR : ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી , જાણો વિગતવાર

 

આ પણ વાંચો :  નોકરિયાતો માટે અગત્યના સમાચાર, જો તમારી પાસે FORM 16 ન હોય તો પણ તમે INCOME TAX RETURN ફાઇલ કરી શકો છો , જાણો કઈ રીતે?

Published On - 9:46 am, Mon, 30 August 21

Next Article