AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : શરૂઆતી કારોબારમાં શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી , SENSEX 58000 ને પાર પહોંચ્યો

આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) વધારા સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 58,115.69 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,311.95 ની સપાટીએ પહોંચ્યો છે. શેરબજારના આ બંને મુખ્ય ઇન્ડેકસે આ નવી સપાટી સાથે સર્વોચ્ચ સપાટીનું નવું સ્તર દર્જ કર્યું છે.

Share Market : શરૂઆતી કારોબારમાં શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી , SENSEX 58000 ને પાર  પહોંચ્યો
SENSEX All Time High Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 9:43 AM
Share

ભારતીય શેરબજાર(Share Market)માં તેજીનો દોર આજે પણ યથાવત રહ્યો છે. આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) વધારા સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 58,115.69 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,311.95 ની સપાટીએ પહોંચ્યો છે. શેરબજારના આ બંને મુખ્ય ઇન્ડેકસે આ નવી સપાટી સાથે સર્વોચ્ચ સપાટીનું નવું સ્તર દર્જ કર્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની ઊપર મજબૂતી સાથે જોવા મળી રહી છે.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.41 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.69 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

સપ્તાહના છેલ્લા દિવસે બજાર મજબૂત સ્થિતિમાં ખુલ્યું હતું . આજે સેન્સેક્સ 57,983 ના સ્તરે ખુલ્યો હતો અને નિફ્ટી 17,299 ના રેકોર્ડ સ્તર પર કારોબાર શરૂ કર્યો હતો. BSEમાં 2,242 શેરોનો વેપાર થઈ રહ્યો છે જેમાં 1,649 શેર વધારા સાથે વેપાર કરી રહ્યા છે અને 502 શેર ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 253 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ ગુરુવારે સેન્સેક્સ 514 પોઈન્ટ ચ 57ીને 57,852 અને નિફ્ટી 158 પોઈન્ટના વધારા સાથે 17,234 પર બંધ થયા હતા.

ગ્લોબલ માર્કેટથી સંકેત પૉઝિટિવ આવી રહ્યા છે. એશિયામાં મજબૂતી જોવાને મળી રહી છે પરંતુ SGX NIFTY અને DOW FUTURES માં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. ત્યાં અમેરિકામાં કાલે ફરી રેકૉર્ડ ઊંચાઈ પર S&P 500 અને NASDAQ બંધ થયા હતા.

S&P 500 અને Nasdaq ફરી નવા રેકોર્ડ સ્તરે બંધ થયા છે. 3 દિવસના દબાણ બાદ ડાઉમાં 131 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. અહીં 10 વર્ષના US બોન્ડની ઉપજ 1.29%સુધી પહોંચી ગઈ છે. સાપ્તાહિક Jobless Claims ડેટા અપેક્ષા કરતા વધુ સારો રહ્યો છે. Jobless Claims 3.4 લાખ રહ્યા જ્યારે માર્ચ 2020 પછી સૌથી ઓછા રહ્યા છે. આજે US માં ઓગસ્ટના જોબ રિપોર્ટ પર બજારની નજર રહેશે. જુલાઈમાં 5.4% સામે બેરોજગારીનો દર 5.2% થવાની સંભાવના છે. જુલાઈમાં નિકાસમાં 1.3% નો વધારો થયો છે. ડોલર ઇન્ડેક્સ 92.25 પર છે, જે 4 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો છે.

આજે મોટાભાગના એશિયન બજારોમાં મજબૂત ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. SGX NIFTY 26.50 પોઈન્ટના વધારા સાથે 17,286.00 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. નિક્કેઈ 0.92 ટકાનો વધારો દર્શાવે છે જ્યારે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.29 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે. તે જ સમયે, તાઇવાનનું બજાર 0.93 ટકાના વધારા સાથે 17,480.19 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.20 ટકા ઘટીને 26,038.49 ના સ્તર પર છે. તે જ સમયે, કોસ્પી 0.57 ટકા નીચે છે. શાંઘાઈ કમ્પોઝિટ 0.43 ટકાનો ઉછાળો દર્શાવે છે.

આ પણ વાંચો :  Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

આ પણ વાંચો :ફરી એકવાર Gautam Adani એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા, આ મામલે તો તેમણે Mukesh Ambani ને પણ પાછળ છોડી દીધા

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">