Share Market : 37 કંપનીના શેરમાં એક સપ્તાહમાં 30% વધારો થયો, શેરબજારમાં ઘટાડા છતાં જબરદસ્ત વળતર આપ્યું
ભારતીય ઈક્વિટી માર્કેટમાં હાલમાં સ્મોલકેપ સ્ટોક(Smallcap stock) સાથે સંકળાયેલા શેર શેરબજાર (Share Market)માં સતત સારું પ્રદર્શન બતાવી રહ્યા છે. તેમના સારા પ્રદર્શનને ચાલુ રાખીને ગત સપ્તાહ દરમિયાન બજારના કુલ 37 સ્મોલકેપ શેરોએ તેમના રોકાણકારોને બે આંકડામાં વળતર આપ્યું છે.
ભારતીય ઈક્વિટી માર્કેટમાં હાલમાં સ્મોલકેપ સ્ટોક(Smallcap stock) સાથે સંકળાયેલા શેર શેરબજાર (Share Market)માં સતત સારું પ્રદર્શન બતાવી રહ્યા છે. તેમના સારા પ્રદર્શનને ચાલુ રાખીને ગત સપ્તાહ દરમિયાન બજારના કુલ 37 સ્મોલકેપ શેરોએ તેમના રોકાણકારોને બે આંકડામાં વળતર આપ્યું છે. આ સ્મોલકેપ શેર સારું રીતરણ આપવામાં આગળ રહ્યા છે. શ્રેષ્ઠ વળતર આપવાના સંદર્ભમાં એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ કંપની શ્રેષ્ઠ રહી છે. જેણે એક સપ્તાહમાં તેના રોકાણકારોને લગભગ 32.54 ટકા વળતર આપ્યું છે. બીજી તરફ સુબ્રોસ લિમિટેડે 32.1 ટકાનું વળતર આપ્યું છે. સુબ્રોસ કંપની ઓટો પાર્ટ્સનો વ્યવસાય કરે છે.
આ સ્મોલ કેપ શેરોએ પણ રોકાણકારોને માલામાલ બનાવ્યા
સ્મોલ કેપ ડીદેવ પ્લાસ્ટિક્સે એક સપ્તાહમાં લગભગ 25% વળતર આપ્યું છે. DMCC સ્પેશિયાલિટી કેમિકલ્સ સ્મોલ કેપ સ્ટોક્સે 27% નું વળતર આપ્યું છે. HPL ઇલેક્ટ્રિક શેરે 26% વળતર આપ્યું છે.
આ મિડ કેપ શેરોએ પણ સારું પ્રદર્શન દર્શાવ્યું
સ્મોલ કેપ ઉપરાંત મિડકેપ સેક્ટરના શેરોએ પણ આ સપ્તાહે સારું પ્રદર્શન કર્યું છે. જેમાં શ્રીરામ ફાઇનાન્સના શેરે એક સપ્તાહ દરમિયાન 19% વળતર આપ્યું છે. બીજી તરફ, પિરામલ એન્ટરપ્રાઇઝે લગભગ 13% વળતર આપ્યું છે.
લાર્જ કેપમાં સારું રિટર્ન આપનાર સ્ટોક્સ
લાર્જ કેપ સેક્ટર વિશે વાત કરીએ તો, અહીં પાવર ગ્રીડ, એચસીએલ ટેક્નોલોજીસ અને ભારતી એરટેલ જેવા શેરોએ આ સપ્તાહ દરમિયાન તેમના રોકાણકારોને સારું વળતર આપ્યું છે.
રોકાણકારોએ શું કરવું જોઈએ?
માર્કેટ એનાલિસ્ટનું માનવું છે કે આ સમયે વૈશ્વિક સ્તરે ઘણી ચિંતાઓ દેખાઈ રહી છે. આ બધું હોવા છતાં સ્થાનિક બજારમાં આગામી સમયમાં કોઈ મોટું કરેક્શન દેખાઈ રહ્યું નથી.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયર માને છે કે ક્રમિક ધોરણે અર્નિંગ ગ્રોથ આગળ વધવાની શક્યતા છે. જેનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિક બજારના આર્થિક સૂચકાંકો સાનુકૂળ દેખાઈ રહ્યા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય કોમોડિટીના ભાવમાં સુધારો જોવા મળ્યો છે.
ડિસ્ક્લેમર : આ સાથે ઉલ્લેખ કરવો રહ્યો કે અહેવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો એક પ્રયાસ છે. આ સાથે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. નાણાંનું રોકાણ કરતા પહેલા રોકાણકારોએ હંમેશા ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ.
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો