Share Market : પ્રારંભિક તેજીના પગલે SENSEX 50795 સુધી ઉછળ્યો, BSEની માર્કેટ કેપમાં 2 લાખ કરોડની વૃદ્ધિ

|

Mar 08, 2021 | 9:53 AM

આજે ભારતીય શેરબજાર(Share Market)માં પ્રારંભિક ઉછાળો નજરે પડી રહ્યો છે. યુએસમાં નવા રાહત પેકેજની મંજૂરીથી વિશ્વવ્યાપી શેરબજારમાં રિકવરી દેખાઈ રહી છે. રોકાણકારો જાહેર ક્ષેત્રની બેંકો અને મેટલ સેક્ટર શેરોમાં ખરીદી કરી રહ્યા છે.

Share Market : પ્રારંભિક તેજીના પગલે SENSEX 50795 સુધી ઉછળ્યો, BSEની માર્કેટ કેપમાં 2 લાખ કરોડની વૃદ્ધિ
SHARE MARKET

Follow us on

આજે ભારતીય શેરબજાર(Share Market)માં પ્રારંભિક ઉછાળો નજરે પડી રહ્યો છે. યુએસમાં નવા રાહત પેકેજની મંજૂરીથી વિશ્વવ્યાપી શેરબજારમાં રિકવરી દેખાઈ રહી છે. રોકાણકારો જાહેર ક્ષેત્રની બેંકો અને મેટલ સેક્ટર શેરોમાં ખરીદી કરી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 50,795 સુધી ઉપલા સ્તરે નોંધાયો હતો જયારે નિફટી પણ આજે 15,055 અંક સુધી ઉછળ્યો હતો.

સેન્સેક્સ પર ઓએનજીસી સ્ટોક સૌથી વધુ 4% ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે બજાજ ઓટોનો શેર 1.5% તૂટ્યો છે. શરૂઆતી કારોબારમાં BSE માં 1,853 શેરમાં વેપાર થઇ રહ્યો છે.પ્રારંભિક સત્રમાં 1,415 શેર્સ વધ્યા અને 329 ઘટાડો સૂચવી રહ્યા છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ વધીને રૂ 209.08 લાખ કરોડ થઈ છે જે શુક્રવારે 207.33 લાખ કરોડ રૂપિયા છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.89 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.17 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.21 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.92 ટકા મજબૂતીની સાથે 35,551.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અમેરિકામાં ધારણા કરતા વધુ સારી રોજગાર અને નવા રાહત પેકેજની મંજૂરીને કારણે શેર બજાર પણ વધ્યું છે.છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ડાઉ જોન્સ ઇન્ડેક્સ 572 પોઇન્ટ વધીને 31,496 ની સપાટીએ બંધ રહ્યો છે. નાસ્ડેક ઇન્ડેક્સ 196 પોઇન્ટ અને એસ એન્ડ પી 500 અનુક્રમણિકા 73 પોઇન્ટ વધીને બંધ થયા છે. શેર માર્કેટ 5 માર્ચે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 440 અંક ઘટીને 50,405.32 પર અને નિફ્ટી 142 અંક ઘટીને 14,938.10 પર બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે 9.45 વાગે)
બજાર          સૂચકઆંક          વૃદ્ધિ
સેન્સેક્સ     50,711.65         +306.33 (0.61%)
નિફટી       15,041.95       +103.85 (0.70%)

Published On - 9:52 am, Mon, 8 March 21

Next Article