Share Market : સતત ત્રીજા દિવસે નફાવસૂલીના પગલે Sensex 379 અને Nifty 89 અંક તૂટ્યો

|

Feb 18, 2021 | 4:04 PM

વિશ્વભરના શેર બજારોના ઘટાડાને કારણે ભારતીય શેરબજાર(Share Market) માં પણ વેચવાલીનું જોર રહ્યું હતું. આજે સેન્સેક્સ 379 પોઇન્ટના ઘટાડા સાથે 51,324 પર બંધ થયો હતો.

Share Market : સતત ત્રીજા દિવસે નફાવસૂલીના પગલે Sensex 379 અને Nifty 89 અંક તૂટ્યો
STOCK MARKET INVESTOR FILE PIC.

Follow us on

વિશ્વભરના શેર બજારોના ઘટાડાને કારણે ભારતીય શેરબજાર(Share Market) માં પણ વેચવાલીનું જોર રહ્યું હતું. આજે સેન્સેક્સ 379 પોઇન્ટના ઘટાડા સાથે 51,324 પર બંધ થયો હતો. ઓએનજીસીનો શેર ઈન્ડેક્સમાં 8.66% સાથે ટોપ ગેઈનર રહ્યો હતો જ્યારે બજાજ ફાઇનાન્સના શેર 2.42% ટકા ગગડ્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

બજાર સૂચકઆંક  ઘટાડો 
SENSEX 51,324.00 379
NIFTY 15,118.00 89

નિફ્ટી પણ 89 પોઇન્ટના ઘટાડા સાથે 15,118 પર બંધ થયો છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં સૌથી વધુ ખરીદી છે. નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સ 5.88% વધીને 2,593.55 પર પહોંચી ગયો હતો. સેન્ટ્રલ બેન્ક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકના શેરમાં 20% વધારો નોંધાયો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આજના કારોબારના અંતમાં નિફ્ટી 15120 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 51324.69 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 379 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 89 અંકોનો ઘટાડો જોવા મળ્યો છે.

ગઈકાલે બીએસઈ સેન્સેક્સ 400.34 પોઇન્ટ તૂટીને 51,703.83 અને 104.55 અંક નીચે 15,208.90 પર બંધ રહ્યો હતો.

વિશ્વભરના શેર બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ટીટયો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 1.69% અને કોરિયાના કોસ્પી ઈન્ડેક્સ 0.88% નીચે ટ્રેડ કરી રહ્યો છે. ચીનના શાંઘાઇ ઇન્ડેક્સ 0.39% વધીને 3,669 પર પહોંચી ગયા છે.આ અગાઉ અમેરિકન અને યુરોપિયન બજારો પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બુધવારે યુએસ નાસ્ડેક ઇન્ડેક્સ 0.58% અને એસ એન્ડ પી 500 અનુક્રમણિકામાં 0.03% નજીવો ઘટાડો થયો છે. યુરોપમાં યુકેનું એફટીએસઇ ઈન્ડેક્સ 0.56%, જર્મનીનું ડીએક્સ ઈન્ડેક્સ 1.10% અને ફ્રાન્સનું સીએસી ઇન્ડેક્સ 0.36% ઘટ્યું હતું

 

Next Article