Share Market: SENSEX 55 હજારને પાર પહોંચ્યો, જાણો બજારનો કેવો છે મિજાજ

સેન્સેક્સ 55,192.30 અને નિફ્ટી 16,466.10 ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયો છે. પ્રથમ વખત સેન્સેક્સ 55 હજારની સપાટી પાર કરી ગયું છે. સેન્સેક્સના 30 માંથી 19 શેરો લીલા નિશાનમાં અને 11 શેર લાલ નિશાનમાં વેપાર કરી રહ્યા હતા.

Share Market: SENSEX 55 હજારને પાર પહોંચ્યો, જાણો બજારનો કેવો છે મિજાજ
STOCK MARKET HAPPY INVESTORS FILE IMAGE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 11:13 AM

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં શેરબજારે(Share Market) નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સે આજે 55 હજારનો આંકડો પાર કર્યો. આજે સવારે સેન્સેક્સ(Sensex) 68 અંક વધીને 54911 ના સ્તરે અને નિફ્ટી(Nifty) 21 અંકના વધારા સાથે 16385 ના સ્તર પર ખુલ્યો. સવારે 10.30 વાગ્યે સેન્સેક્સ 328 પોઈન્ટના વધારા સાથે 55,172.94 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો અને નિફ્ટી 98 પોઈન્ટના વધારા સાથે 16,462.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.

અત્યાર સુધી ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 55,192.30 અને નિફ્ટી 16,466.10 ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયો છે. પ્રથમ વખત સેન્સેક્સ 55 હજારની સપાટી પાર કરી ગયું છે. સેન્સેક્સના 30 માંથી 19 શેરો લીલા નિશાનમાં અને 11 શેર લાલ નિશાનમાં વેપાર કરી રહ્યા હતા. બજાજ ઓટો, ટીસીએસ, એલટી, આઈટીસીના શેરો હાલમાં ટોપ ગેઇનર્સ રહ્યા છે

નિફ્ટી 16500 ના લક્ષય તરફ એક મીડિયા રિપોર્ટમાં ઇક્વિટીમાસ્ટર રિસર્ચ એનાલિસ્ટ બ્રજેશ ભાટિયાએ જણાવ્યું હતું કે નિફ્ટીએ 16409 નું સ્તર તોડી નાખ્યું છે. આવી સ્થિતિમાં હવે તે 16500 ના સ્તરને પાર કરે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરમાં ભારે વેચવાલી હતી. પ્રોફિટ બુકીંગ બાદ ફરી એકવાર રોકાણકારો ખરીદી તરફ આકર્ષાયા છે અને તે તેજી બતાવી રહ્યું છે. આ ઇન્ડેક્સ આગામી દિવસોમાં નવો વિક્રમ સ્થાપી શકે છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મોંઘવારી નિયંત્રણમાં આવી આજની તેજી પાછળ ઘણા મુખ્ય કારણો છે. જુલાઈ મહિનામાં ફુગાવો ઘટીને 5.59 ટકા થયો છે. મે અને જૂન મહિનામાં તે આરબીઆઈની 6 ટકાની ઉપરની શ્રેણીની બહાર હતી. ફુગાવાના દરમાં વધારાને કારણે રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે સરેરાશ ફુગાવાનો અંદાજ 5.9 ટકા કર્યો હતો. ફુગાવો નિયંત્રણમાં હોવાથી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો છે.

આ પણ વાંચો : દેશમાં 5.82 કરોડ જનધન ખાતાધારકો સરકારી યોજનાઓનો લાભથી વંચિત રહેશે, જાણો કેમ?

આ પણ વાંચો : IPO : વધુ એક સરકારી કંપની લાવી રહી છે રોકાણની તક, 25 ટકા હિસ્સો વેચવા માટે નવા શેર જારી કરાશે, જાણો વિગતવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">