SHARE MARKET : સારી ખરીદારીના પગલે સેન્સેક્સ 50,776 સુધી ઉછળ્યો

|

Mar 03, 2021 | 10:06 AM

આજે ભારતીય શેરબજાર (SHARE MARKET )માં સારી ખરીદીના પગલે વધારો દર્શાવી રહ્યું છે. સેન્સેક્સ 50,776.48 સુધી ઉપલું સ્તર નોંધાવી ચૂક્યું છે જયારે નિફટીમાં આજની સર્વોચ્ચ સપાટી 15,064.40 સુધી દર્જ થઇ છે.

SHARE MARKET : સારી ખરીદારીના પગલે સેન્સેક્સ 50,776 સુધી ઉછળ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

આજે ભારતીય શેરબજાર (SHARE MARKET)માં સારી ખરીદીના પગલે વધારો દર્શાવી રહ્યું છે. સેન્સેક્સ 50,776.48 સુધી ઉપલું સ્તર નોંધાવી ચૂક્યું છે, જયારે નિફટીમાં આજની સર્વોચ્ચ સપાટી 15,064.40 સુધી દર્જ થઇ છે. આજે મેટલ અને બેંકિંગ શેરની તેજી બજારને વૃદ્ધિ તરફ દોરી રહ્યા છે. સેન્સેક્સમાં SBI નો શેર ટોપ ગેઈનર રહ્યો છે જેમાં 1.59% ની મજબૂતી દેખાઈ છે.

ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે 9.50 વાગે)
બજાર              સૂચકઆંક       વૃદ્ધિ
સેન્સેક્સ      50,577.93     +281.04 (0.56%)
નિફટી        15,020.25     +101.15 (0.68%)

આજે બીએસઈમાં 2,091 શેરમાં કારોબાર થઇ રહ્યો છે. 1,520 શેર વૃદ્ધિ સાથે ટ્રેડ કરી રહ્યા છે અને 500 શેરના ભાવ ઘટ્યા છે. પ્રારંભિક કારોબાર દરમ્યાન 183 શેરો એક વર્ષનું ઉચ્ચતમ સ્તર સ્પર્શ્યું છે, જ્યારે 132 શેરમાં અપર સર્કિટ નોંધાઈ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સ્મોલકેપ અને મિડકેપ શેરમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.74 ટકાની મજબૂતીની સાથે દેખાઈ રહ્યું છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.07 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.92 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 1.00 ટકા મજબૂતીની સાથે 35,772.25 ના સ્તર પર છે.

ગઈકાલે ભારે વિદેશી રોકાણને કારણે શેરબજારમાં વધારા સાથે બંધ રહ્યો હતો. ગઈકાલે બીએસઈ સેન્સેક્સ મંગળવારે 447.05 પોઇન્ટ વધીને 50,296.89 ના સ્તર પર અને નિફ્ટી 157.55 પોઇન્ટ વધીને 14,919.10 પર બંધ થયો હતો.

Next Article