AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Outlook : આ સપ્તાહે કેવી રહેશે શેરબજારની ગતિ? જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય

આર્થિક રિકવરી ટ્રેક પર છે. આવી સ્થિતિમાં બજારમાં ખરીદદારોનું વર્ચસ્વ છે. તાજેતરમાં જ સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં મોંઘવારી ઘટવાની પૂરી સંભાવના છે.

Share Market Outlook : આ સપ્તાહે કેવી રહેશે શેરબજારની ગતિ? જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 7:38 AM
Share

Share Market Outlook: શેરબજાર સતત બીજા સપ્તાહે ઘટાડા સાથે બંધ થયું હતું. છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીએ 315 પોઇન્ટની રેન્જમાં ટ્રેડિંગ કર્યું છે. આ અઠવાડિયે સેન્સેક્સ 60067 પોઈન્ટ અને નિફ્ટી 17916 પોઈન્ટ પર બંધ થયો છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે નિફ્ટી માટે 18000નું લેવલ ઘણું મહત્વનું છે. તે તેની નજીક છે. નિફ્ટીએ આ સપ્તાહે 1.39 ટકાનો વધારો નોંધાવ્યો છે.

એક મીડિયા રિપોર્ટમાં ઈક્વિટી રિસર્ચના મિલન વૈષ્ણવે કહ્યું કે આગામી સપ્તાહે બજારમાં નોંધપાત્ર મૂવમેન્ટ જોવા મળી શકે છે. માર્કેટમાં 18265 પર રેઝિસ્ટન્સ જોવા મળશે જ્યારે 17865 અને પછી 17680 પર સપોર્ટ જોવા મળશે. જો ટેકનિકલ આધાર પર નજર કરીએ તો અત્યાર સુધી માર્કેટમાં ઘટાડાના કોઈ સંકેત દેખાતા નથી. જો બજાર ઘટશે તો ખરીદદારોનું વર્ચસ્વ રહેશે અને ફરીથી બજારમાં તેજીનો ટ્રેન્ડ શરૂ થશે.

આ ક્ષેત્રોમાં વૃદ્ધિની સંભાવના ટેકનિકલ ધોરણે આ સપ્તાહે મીડિયા, રિયલ્ટી, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં ઉછાળાની શક્યતા છે. વૈષ્ણવ માને છે કે મિડકેપ ફરી એકવાર સારો દેખાવ કરશે. આ સિવાય પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ, બેન્ક, ઓટો, રિયલ્ટી અને ફાર્મા શેરોમાં ઉછાળાની સંભાવના છે. બજારના તમામ સંકેતો મજબૂત છે. આ સ્થિતિમાં શોર્ટ કરવાની જરૂર નથી. જ્યારે પણ ઘટાડો થાય છે ત્યારે બજારમાં પસંદગીની ખરીદી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

સેન્ટિમેન્ટમાં સુધારો થયો  આર્થિક રિકવરી ટ્રેક પર છે. આવી સ્થિતિમાં બજારમાં ખરીદદારોનું વર્ચસ્વ છે. તાજેતરમાં જ સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં મોંઘવારી ઘટવાની પૂરી સંભાવના છે. મોંઘવારી અંકુશમાં હોવાથી ગ્રાહક માંગમાં તેજી આવશે અને આર્થિક રિકવરીની ગતિ ઝડપી બનશે. યુએસ ફેડરલ રિઝર્વે જણાવ્યું હતું કે તે આ મહિને બોન્ડ ટેપરિંગ કરશે નહીં. આવતા મહિનાથી દર મહિને 15 અબજ ડોલર ઓછા બોન્ડ ખરીદવામાં આવશે.

નિફટી માટે 17777 મજબૂત સપોર્ટ છે ફેડના વડા જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ હાલમાં વ્યાજ દરમાં વધારો કરશે નહીં. આવી સ્થિતિમાં આ મહિને વિદેશી રોકાણકારોનું સેન્ટિમેન્ટ મજબૂત રહેવાની શક્યતા છે. મોતીલાલા ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસનું કહેવું છે કે જો બજાર 18250 તરફ જાય તો ખરીદવું જોઈએ. નિફ્ટી માટે 17777 મજબૂત સપોર્ટ છે.

આ પણ વાંચો : આને કહેવાય ખરી બેંક! માંગ્યા વગર 84000 ગ્રાહકોને આપી દીધી લોન, સવાલ ઉભા થયા તો જવાબ જાણો શું આપ્યો

આ પણ વાંચો : Air Indiaનું લેણું તાત્કાલિક ચૂકવવા સાંસદોને રાજ્યસભાનો આદેશ, ટિકિટ રોકડથી ખરીદવા પણ અપાઈ સૂચના

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">