Share Market Big Fall: સેન્સેક્સ 3 દિવસમાં 1321 અંક તૂટ્યો, કેવી રહેશે આજે બજારની ચાલ? જાણો નિષ્ણાંતનો અભિપ્રાય

એશિયન બજારોમાં હોંગકોંગનો હેંગ સેંગ, દક્ષિણ કોરિયાનો કોસ્પી નુકસાનમાં હતો જ્યારે ચીનમાં, શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ વધ્યો હતો. યુરોપના મુખ્ય બજારોમાં બપોર પછીનો વેપાર સતત ઘટતો રહ્યો હતો.

Share Market Big Fall: સેન્સેક્સ 3 દિવસમાં 1321 અંક તૂટ્યો, કેવી રહેશે આજે બજારની ચાલ? જાણો નિષ્ણાંતનો અભિપ્રાય
Sensex falls1321 points in 3 days
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 7:55 AM

Share Market Big Fall: ગુરુવારે સેન્સેક્સ 336.46 પોઈન્ટ ઘટ્યો હતો. સેન્સેક્સ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરથી 1321.93 પોઇન્ટ ઘટી ગયો છે. આ ઘટાડો માત્ર છેલ્લા ત્રણ દિવસમાં આવ્યો છે, જે પહેલા સેન્સેક્સ સતત 7 દિવસ સુધી ઉપરની તરફ ગયો હતો. નબળા વૈશ્વિક વલણ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ અને ટીસીએસ જેવા મોટા શેરોમાં ઘટાડો થયો હતો.છેલ્લા સત્રમાં બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સ 336.46 પોઈન્ટ અથવા 0.55 ટકા ઘટીને 60,923.50 પોઈન્ટ પર બંધ થયા છે. એ જ રીતે વ્યાપક આધારિત નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 88.50 પોઇન્ટ અથવા 0.48 ટકા ઘટીને 18,178.10 પર બંધ થયો.

સેન્સેક્સના શેરોમાં એશિયન પેઇન્ટ્સ લગભગ 5 ટકા તૂટ્યો હતો અને તેમાં સત્રનો સૌથી મોટો ઘટાડો થયો હતો. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસીસ, ટાટા સ્ટીલ, ટીસીએસ અને ડો.રેડ્ડીઝમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજી બાજુ કોટક બેંક, HDFC, ICICI બેંક અને NTPC ને ફાયદો થયો છે.

શા માટે શેરબજાર સતત તૂટી રહ્યું છે? જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે બજારને કેટલાક પડકારોનો સામનો કરવો પપડી રહ્યો છે. આમાં શેરોના ઊંચા મૂલ્યાંકનનો સમાવેશ થાય છે જે હવે ટકાઉ નથી અને કંપનીઓના માર્જિનને અસર કરી રહી છે. વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચવાલી સૂચવે છે કે બજારમાં તેજી છે અને વેલ્યુએશન ઊંચું છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

અન્ય એશિયન બજારોમાં હોંગકોંગનો હેંગ સેંગ, દક્ષિણ કોરિયાનો કોસ્પી નુકસાનમાં હતો જ્યારે ચીનમાં, શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ વધ્યો હતો. યુરોપના મુખ્ય બજારોમાં બપોર પછીનો વેપાર સતત ઘટતો રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 1.12 ટકા ઘટીને 84.86 ડોલર પ્રતિ બેરલ થયું હતું.

સેન્સેક્સના ૩૦ પૈકી 21 શેર લાલ નિશાન નીચે બંધ થયા સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરો લાલ અને 9 શેરો લીલા નિશાનમાં બંધ થયા છે. એશિયન પેઇન્ટ્સનો શેર સૌથી વધુ પાંચ ટકા ઘટ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ લગભગ ત્રણ ટકાનો ઘટાડો થયો છે. બેન્કિંગ અને નાણાકીય શેરોમાં ખરીદીને બજારને ટેકો મળ્યો હતો. કોટક બેન્ક 6.50% ઉછળ્યો જ્યારે HDFC અને ICICI બેંક 1.5 ટકાથી વધુ વધ્યા હતા.

આ પણ વાંચો :  ભારતીયોને હવે પૈસા ઉપાડવા ATM માં જવું પસંદ નથી! દેશમાં 75% આર્થિક વ્યવહાર મોબાઈલ બેન્કિંગથી થાય છે

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : સતત ત્રીજા દિવસે પેટ્રોલ – ડીઝલના ભાવમાં વધારો ઝીકાયો,આ રીતે જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

g clip-path="url(#clip0_868_265)">