STOCK MARKET : પ્રારંભિક તેજી સાથે SENSEX 51,386.12 અંક સુધી ઉછળ્યો

|

Feb 25, 2021 | 10:42 AM

શેરબજાર (STOCK MARKET)માં પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 51,386 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,170.85 સુધી ઉપલું સ્તર દર્જ કરાવ્યું છે.

STOCK MARKET : પ્રારંભિક તેજી સાથે SENSEX 51,386.12 અંક સુધી ઉછળ્યો
STOCK MARKET

Follow us on

શેરબજાર(SHARE MARKET)માં પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 51,386. સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,170.85 સુધી ઉપલું સ્તર દર્જ કરાવ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકા આસપાસ મજબૂતી જોવા મળી રહી છે.

રોકાણકારો બેંકિંગ અને મેટલ શેરોમાં ભારે ખરીદી કરી રહ્યા છે. એક્સિસ બેન્ક અને ઈન્ડસઇન્ડ બેન્કના શેરમાં 3% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. એ જ રીતે, ટીસીએસ અને ઇન્ફોસિસના શેરમાં પણ 1% નો ઉછાળો જોવા મળ્યો છે. બેંકો અને મેટલ ઇન્ડેક્સમાં 2% નો વધારો થયો છે.

BSE એક્સચેંજમાં 2,537 શેરો પર ટ્રેડ થઇ રહ્યું છે. 1,633 શેરોમાં વધારો અને 769 શેર ઘટ્યા છે. 200 શેરોમાં અપર સર્કિટ પણ દેખાઈ છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ બુધવારે 203.98 લાખ કરોડ રૂપિયાની સરખામણીએ વધીને રૂ 205.91 લાખ કરોડ થઈ ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.16 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.91 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

ભારતીય શેરબજારની સ્થિતિ સવારે ૧૦.૩૦ કલાકે
બજાર            સૂચકઆંક         વૃદ્ધિ
સેન્સેક્સ    51,231.39     +449.70 (0.89%)
નિફટી      15,128.30     +146.30 (0.98%)

Published On - 10:41 am, Thu, 25 February 21

Next Article