Good Friday: શુક્રવારે શેરબજારનો સપાટો, સેન્સેક્સ 60000 પાર, NIFTY પણ સર્વોચ્ચ સ્તરે

આજે સેન્સેક્સ ગઈકાલના 59,885.36 ના બંધ સ્તર કરતા ઉપર 60,158.76 ના સ્તરે ખુલ્યો હતો અને ઇન્ડેક્સ ૪૦૦ અંક ની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. નિફટી પણ 17,934.15 ની સર્વોચ્ચ સપાટી દર્શાવી ચુક્યો છે

Good Friday: શુક્રવારે શેરબજારનો સપાટો, સેન્સેક્સ 60000 પાર, NIFTY પણ સર્વોચ્ચ સ્તરે
Sensex Hit 60K and Nifty @ All Time High Level
Follow Us:
| Updated on: Sep 24, 2021 | 10:43 AM

ભારતીય શેરબજારે આજે વધુ એક વિક્રમ સર્જ્યો છે. જબરદસ્ત ઉછાળા સાથે આજે કારોબારની શરૂઆત થતા SENSEX 60000 ની સપાટીને પાર કરી ગયો છે. આ અગાઉ ગઈકાલના સત્રમાં શેરબજારે મજબૂત પ્રદર્શન સાથે કારોબાર પૂર્ણ કર્યો હતો . વીકલી એક્સપાયરીના દિવસે શેરબજાર(Share Market) જબરદસ્ત તેજી સાથે કારોબાર થયો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આજે કારોબાર દરમ્યાન સેન્સેક્સમાં 59,957.25 ની ઓલ ટાઈમ હાઈ સપાટી નોંધાઈ છે. નિફટી(Nifty)એ પણ મજબૂત સ્થિતિ બતાવી હતી. આજે સેન્સેક્સ ગઈકાલના 59,885.36 ના બંધ સ્તર કરતા ઉપર 60,158.76 ના સ્તરે ખુલ્યો હતો અને ઇન્ડેક્સ ૪૦૦ અંક ની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. નિફટી પણ 17,934.15 ની સર્વોચ્ચ સપાટી દર્શાવી ચુક્યો છે

આજે અઠવાડિયાના છેલ્લા દિવસે શેરબજાર મજબૂત સ્થિતમાં ખુલ્યું હતું. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સે નવો ઇતિહાસ સર્જ્યો છે. સેન્સેક્સ પ્રથમ વખત 60100 ની ઉપર ખુલ્યો છે . બજાર અત્યારે ભારે તેજી સાથે વેપાર કરી રહ્યું છે. સેન્સેક્સ 380 અંક વધીને 60,270 પર અને નિફ્ટી 100 અંક વધીને 17,920 પર વેપાર કરતા નજરે પડયા છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેર ફાયદા સાથે અને 11 શેર નબળાઈ સાથે વેપાર કરતા જોવા મળી રહ્યા છે. ઇન્ડેક્સમાં ઇન્ફોસીસ, એચસીએલ ટેક અને ટીસીએસના શેરમાં 1%થી વધુનો વધારો થયો છે જ્યારે ટાટા સ્ટીલના શેરમાં લગભગ 1%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

2024 સુધીમાં ભારતીય શેરબજાર વિશ્વનું પાંચમું સૌથી મોટું શેરબજાર બનશે ભારતીય શેરબજાર(Share Market)નું સેન્ટિમેન્ટ મજબૂત છે તેની પાછળનું મોટું કારણ ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારોનો વધતો વિશ્વાસ છે. આ તેજી વચ્ચે થોડા દિવસો પહેલા ભારતીય શેરબજાર ફ્રેન્ચ બજારને પાછળ છોડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું શેરબજાર બન્યું હતું. પ્રગતિ યથાવત રહેતા ભારતીય શેર બજાર ના આગામી સમયમાં TOP -5 માર્કેટની યાદીમાં જોડાવાના સમાચાર આવી રહ્યા છે.

વિશ્વના સૌથી મોટા બ્રોકરેજ હાઉસ ગોલ્ડમેન સૈક્સે ભારતીય શેરબજારને લગતો એક અહેવાલ બહાર પાડ્યો છે. રિપોર્ટ અનુસાર આગામી ત્રણ વર્ષમાં ભારતીય શેરબજારનું કદ 5 ટ્રિલિયન ડોલરને પાર કરશે અને તે વિશ્વનું પાંચમું સૌથી મોટું શેરબજાર(world’s fifth-biggest market) બનશે. હાલમાં તેની વેલ્યુ 3.5 ટ્રિલિયન યુએસ ડોલર છે.

આ પણ વાંચો : 2024 સુધીમાં ભારતીય શેરબજાર વિશ્વનું પાંચમું સૌથી મોટું શેરબજાર બનશે, વેલ્યુએશન 5 ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચવાનો અંદાજ

આ પણ વાંચો : આ સરકારી પ્રોજેક્ટને હાંસલ કરવા Mukesh Ambani, TATA અને Gautam Adani વચ્ચે જામ્યો જંગ, વાંચો વિગતવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">