AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Rupay જન ધન કાર્ડ માટે આજે જ કરો અરજી, તમને મળશે 2 લાખ રૂપિયાનો લાભ

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં જન ધન ખાતું ખોલાવો અને લાખોનો લાભ મેળવો. જો તમારું જન ધન ખાતું એસબીઆઈમાં છે અથવા તમે એસબીઆઈમાં નવું જન ધન ખાતું ખોલાવો છો, તો તમે 2 લાખ રૂપિયાથી વધુનો ફાયદો મેળવી શકો છો.

SBI Rupay જન ધન કાર્ડ માટે આજે જ કરો અરજી, તમને મળશે 2 લાખ રૂપિયાનો લાભ
SBI
| Updated on: Feb 08, 2021 | 1:51 PM
Share

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં જન ધન ખાતું ખોલાવો અને લાખોનો લાભ મેળવો. જો તમારું જન ધન ખાતું એસબીઆઈમાં છે અથવા તમે એસબીઆઈમાં નવું જન ધન ખાતું ખોલાવો છો, તો તમે 2 લાખ રૂપિયાથી વધુનો ફાયદો મેળવી શકો છો. આ માટે તમારે એસબીઆઇ રૂપે (SBI Rupay) જનધન કાર્ડ માટે અરજી કરવાની રહેશે. એસબીઆઈએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

વડાપ્રધાન જન ધન યોજના હેઠળ ખાતા ધારકોને ઘણી સુવિધાઓ મળે છે. આ ખાતામાં ગ્રાહકોને રૂપે કાર્ડ આપવામાં આવે છે, જેનાથી તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.

આ રીતે લાભ મળશે એસબીઆઈના ટ્વીટ મુજબ, જો તમે એસબીઆઈ રૂપે જન ધન કાર્ડ માટે અરજી કરો છો, તો તમને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે. આ માટે તમારે કાર્ડને 90 દિવસમાં એકવાર સ્વાઇપ કરવું પડશે. આ કરવાથી તમે 2 લાખ રૂપિયાના અકસ્માત વીમા કવચ મેળવવાના હકદાર બનશો.

જન ધન ખાતું ખોલવા માટે જરૂરી દસ્તાવેજો >> જન ધન ખાતું ખોલવા માટે આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત કેવાયસીની આવશ્યકતા પૂરા કરતા દસ્તાવેજો સબમિટ કરી શકો છો. >> જો તમારી પાસે દસ્તાવેજો નથી, તો તમે એક નાનું ખાતું ખોલી શકો છો. >> આમાં તમારે સ્વ-પ્રમાણિત ફોટોગ્રાફ અને બેંક અધિકારી સામે તમારી સહી કરવી પડશે. >> તમારે જન ધન ખાતું ખોલવા માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. >> 10 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ વ્યક્તિ આ એકાઉન્ટ ખોલી શકે છે.

10 હજાર રૂપિયા ઉપાડવાની સુવિધા જન ધન ખાતાના ઘણા ફાયદા છે. જો તમારી પાસે જન ધન ખાતું છે, તો તમે ઓવરડ્રાફટ દ્વારા તમારા ખાતામાંથી 10,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો.

Follow Us
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">