SBI Home Loan: 75માં સ્વતંત્રતા દિવસે SBI હોમ લોન પર આપી રહી છે ખાસ ઓફર, જાણો કેવી રીતે કરશો અરજી
ભારતના સ્વતંત્રતા દિવસના પ્રસંગે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોને ભાડામાંથી મુક્તિ મેળવવા માટે હોમ લોન પર ઝીરો પ્રોસેસિંગ ફી ઓફર કરી રહી છે.

SBI Home Loan: ભારતના સ્વતંત્રતા દિવસ (75th Independence Day)ના પ્રસંગે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોને ભાડામાંથી મુક્તિ મેળવવા માટે હોમ લોન પર ઝીરો પ્રોસેસિંગ ફી ઓફર કરી રહી છે. SBI એ એક ટ્વીટમાં આ માહિતી આપી છે. SBIએ ટ્વિટમાં લખ્યું છે કે, “આ સ્વતંત્રતા દિવસ, તમારા સપનાના ઘરમાં પ્રવેશ કરો, હવે ઝીરો પ્રોસેસિંગ ફી સાથે હોમ લોન માટે અરજી કરો.”
આ સિવાય દેશની સૌથી મોટી સરકારી બેંક SBI દ્વારા મહિલાઓને હોમ લોન પર ખૂબ જ આકર્ષક ડિસ્કાઉન્ટ સુવિધાનો લાભ આપવામાં આવી રહ્યો છે. હોમ લોનની સુવિધા અંતર્ગત મહિલાઓને વ્યાજદરમાં 5 બેસિસ પોઈન્ટની છૂટનો લાભ આપવામાં આવી રહ્યો છે.
તે જ સમયે જો તમે એસબીઆઈની યોનો (SBI’s YONO service) સેવા હેઠળ હોમ લોન લેવા માંગતા હો તો પણ તમને 5 બીપીએસ વ્યાજ છૂટનો લાભ મળશે. SBI હોમ લોન વ્યાજ દર 6.70 ટકા છે. SBI તેના ગ્રાહકોને 6.70 ટકાના વ્યાજ દરે 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન આપી રહી છે. 30 લાખથી 75 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ દર 6.95 ટકા રહેશે. 75 લાખથી વધુની હોમ લોન પર વ્યાજ દર માત્ર 7.05 ટકા રહેશે.
This Independence Day, step into your dream home, with ZERO* processing fee on Home Loans. Apply Now: https://t.co/N45cZ1DqLD #SBIHomeLoan #FreedomFromRent #SBI #StateBankOfIndia #AzadiKaAmrutMahotsav pic.twitter.com/Gs2qunIDwL
— State Bank of India (@TheOfficialSBI) August 13, 2021
કેવી રીતે અરજી કરવી?
આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત SBIની આ આકર્ષક હોમ લોન સુવિધા 15 ઓગસ્ટના રોજ મેળવી શકાશે. SBIની ડિજિટલ સેવા YONO SBI દ્વારા હોમ લોન માટે અરજી કરી શકાય છે.
આ સિવાય SBI દ્વારા નંબર 7208933140 બહાર પાડ્યો છે. વ્યક્તિઓ હોમ લોન માટે આ નંબર પર મિસ્ડ કોલ આપી શકે છે.
ક્યા આધારે લોન ઉપલબ્ધ થશે?
બેંક ગ્રાહકે લોન લેવામાં તેમને કઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે જણાવ્યું અને કહ્યું કે, બેંક કયા આધારે લોન આપી રહી નથી. આ પછી એસબીઆઈએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, લોન મંજુરી ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાં આવક, ગીરવે મુકવાનો સામાન, વર્તમાન લોન, ક્રેડિટ હિસ્ટ્રી, શક્યતા વગેરે આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.