AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ટોલનાકા પર 10 સેકંડથી વધારે સમય લાગશે તો વાહનચાલકોએ નહીં ચૂકવવો પડે Toll Tax

Toll Tax : નવા નિયમનો અમલ કરવા માટે ટોલનાકા (Toll Plaza) પર 100 મીટરના અંતર સુધીમાં પીળી લાઇનો દોરવામાં આવશે.

હવે ટોલનાકા પર 10 સેકંડથી વધારે સમય લાગશે તો વાહનચાલકોએ નહીં ચૂકવવો પડે Toll Tax
FILE PHOTO
| Updated on: May 29, 2021 | 11:21 PM
Share

Toll Tax : નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (NHAI) વાહનચાલકોના હિત અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લઇ રહ્યું છે. ટોલનાકા (Toll Plaza) પર લગતી વાહનોની લાંબી લાઈન ફાસ્ટટેગ આવવાને કારણે ઓછી થઇ ગઈ છે. આ ફાસ્ટટેગ દ્વારા ટોલનાકા પર વાહનચાલકોનો સમય પણ ઓછો બગડે છે અને ટોલની ચુકવણી પણ ઓનલાઈન થઇ જાય છે. ટોલનાકા પર ટોલ ચુકવણી પ્રક્રિયા ઝડપી બનાવવા નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.

10 સેકંડ પછી નહીં ચૂકવવો પડે Toll Tax ટોલનાકા (Toll Plaza) પર વાહનોની લાંબી લાઈનના નિવારણ માટે સરકારે આ નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ મુજબ જો કોઈ પણ ટોલનાકા પર 100 મીટરથી વધુ જામ થશે તો વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં. આ સિવાય જો વાહનચાલકોને ટોલ ટેક્સ ભરવા માટે 10 સેકંડથી વધુ રાહ જોવી પડશે તો આ કિસ્સામાં પણ ટોલ ટેક્સ ચૂકવવાનો રહેશે નહી. ટોલનાકા પર ટ્રાફિક જામ ન થાય અને વાહનની અવરજવર સામાન્ય ગતિએ ચાલુ રહે તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે.

આવી રીતે થશે નવા નિયમનો અમલ નવા નિયમનો અમલ કરવા માટે ટોલનાકા (Toll Plaza) પર 100 મીટરના અંતર સુધીમાં પીળી લાઇનો દોરવામાં આવશે, જો ટ્રાફિક પીળી લાઇનથી આગળ વધે તો ટોલ કોન્ટ્રાક્ટરને ડ્રાઇવરો માટે ટોલ ટેક્સ (Toll Tax) માફ કરવાની સૂચના આપવામાં આવશે.

નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (NHAI) નું કહેવું છે કે ફાસ્ટટેગ (FASTag) ફરજિયાત થયા પછી મોટાભાગના ટોલનાકા પર વાહનચાલકોએ રાહ જોવી પડતી નથી જેના કારણે 100 મીટર લાંબી લાઇન થતી નથી.

96 ટકા ટોલની ફાસ્ટટેગ દ્વારા ચુકવણી NHAI ના ડેટા અનુસાર ટોલનાકા (Toll Plaza) પર આવતા વાહનોમાંથી 96 ટકા વાહનો પાસેથી ટોલટેક્સ (Toll Tax) ની ચુકવણી ફાસ્ટટેગ (FASTag) દ્વારા લેવામાં આવી રહી છે. કેટલાક ટોલબૂથ પર આ સંખ્યા 99 ટકા જેટલી નોંધાઇ છે. ટોલનાકા પર ટ્રાફિક જામના નિવારણ માટે તેમજ અને વાહનોની અવરજવર ઝડપી બનાવવા માટે NHAI એ ફેબ્રુઆરી 2021 થી ટોલ કલેક્શન માટે ફાસ્ટટેગ ફરજિયાત કર્યુ છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">