SBI Alert : કઈ રીતે જાણશો તમે ડાયલ કરેલો Customer Care Number સાચો છે કે નહિ? તમારી બેદરકારી બેન્ક બેલેન્સ ઝીરો કરી નાખશે
ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં બેન્કે કહ્યું છે કે કોઈ છેતરપિંડીના કિસ્સામાં તરત જ તેની જાણ કરો. તમે report.phising@sbi.co.in અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 155260 પર કોલ કરી શકો છો.
કોરોનાકાળ દરમિયાન ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં મોટો વધારો થયો છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં વધારા સાથે ડિજિટલ ફ્રોડના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સાયબર ગુનેગારો લોકોને પોતાનો શિકાર બનાવવા માટે વિવિધ યુક્તિઓ અપનાવી રહ્યા છે. ગ્રાહકોને તેમનો શિકાર બનતા બચાવવા માટે બેન્કો પણ સમયાંતરે તેમના ગ્રાહકોને ચેતવણી આપતી રહે છે. આ ક્રમમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India- SBI) એ બોગસ કસ્ટમર કેર નંબર (Fraudulent Customer Care Numbers) અંગે એલર્ટ જાહેર કર્યું છે.
SBI એ ટ્વિટ કરીને આ માહિતી આપી છે. SBI એ પોતાના ટ્વીટમાં કહ્યું કે બોગસ કસ્ટમર કેર નંબરથી સાવધ રહો. સાચા કસ્ટમર કેર નંબર માટે SBI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. કોઈની સાથે ગુપ્ત બેંકિંગ માહિતી શેર કરવાથી દૂર રહો.
Beware of fraudulent customer care numbers. Please refer to the official website of SBI for correct customer care numbers. Refrain from sharing confidential banking information with anyone.#CyberSafety #CyberCrime #Fraud #BankSafe #SafeWithSBI pic.twitter.com/Q0hbUYjAud
— State Bank of India (@TheOfficialSBI) September 18, 2021
ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં બેન્કે કહ્યું છે કે કોઈ છેતરપિંડીના કિસ્સામાં તરત જ તેની જાણ કરો. તમે report.phising@sbi.co.in અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 155260 પર કોલ કરી શકો છો.
આ રીતે ખાતું ખાલી થઈ જાય છે નકલી કસ્ટમર કેર નંબર પર ફોન કરવા પર છેતરપિંડી કરનારા તમારી પાસેથી બેંક ખાતાની વિગતો લે છે અને પછી તમારા બેંક ખાતામાંથી તમામ પૈસા ઉપાડી લે છે. ફોન પર તેઓ તમારૂ નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, એકાઉન્ટ નંબર, ડેબિટ કાર્ડ નંબર, ઓટીપી જેવી તમારી વ્યક્તિગત માહિતી માટે પૂછે છે અને પછી ખાતું ખાલી કરી દે છે. તેથી જ્યારે પણ તમને કસ્ટમર કેર નંબર યાદ ન હોય તો હંમેશા નંબર મેળવવા માટે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
ફિશિંગ લિંક્સથી સાવધ રહો તમને જણાવી દઈએ કે આ પહેલા બેન્કે ડિજિટલ છેતરપિંડી અથવા ઓનલાઈન ફિશિંગ અંગે પોતાના ગ્રાહકોને ચેતવ્યા હતા. બેંકે કહ્યું, શું તમે તમારા ઇનબોક્સમાં આવી લિંક્સ મેળવી રહ્યા છો? તેમના પર ક્લિક કરશો નહીં. આવી ફિશિંગ લિંક્સ પર ક્લિક કરવાથી તમારી મહેનતની કમાણી બરબાદ થઈ શકે છે. સાવચેત રહો, આવી લિંક્સ પર ક્લિક કરતા પહેલા વિચારો. આપણે બધા જાણીએ છીએ કે ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ સરળતાથી ભોળા લોકોને ફસાવી દે છે અને તેમના બચત ખાતામાંના તમામ નાણાં તેમના ખાતામાં ટ્રાન્સફર કરી લે છે.
આ પણ વાંચો : સરકારે એરલાઇન કંપનીઓને આપી રાહત, 15 દિવસનું ભાડું નક્કી કરવા માટે અપાઈ છૂટ
આ પણ વાંચો : Ration Card : હવે રેશનકાર્ડ સંબંધિત આ સેવાઓ ઓનલાઇન મળશે, જાણો પ્રક્રિયા