Sangani Hospitals IPO : ગુજરાતની હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર કંપની IPO લાવી, જાણો શેરની કિંમત અને GMP
Sangani Hospitals IPO : ગુજરાતની મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર સાંગાણી હોસ્પિટલ્સ (Sangani Hospitals) નો IPO આજે 4 ઓગસ્ટે ખુલ્યો છે. આ IPO 8મી ઓગસ્ટે રોકાણકારો માટે ખુલી રહ્યો છે. કંપની દ્વારા IPOની પ્રાઇસ બેન્ડ 37 થી 40 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
Sangani Hospitals IPO : ગુજરાતની મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર સાંગાણી હોસ્પિટલ્સ (Sangani Hospitals) નો IPO આજે 4 ઓગસ્ટે ખુલ્યો છે. આ IPO 8મી ઓગસ્ટે રોકાણકારો માટે ખુલી રહ્યો છે. કંપની દ્વારા IPOની પ્રાઇસ બેન્ડ 37 થી 40 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. વાંચો સાંગાણી હોસ્પિટલના IPO વિશે વિગતવાર માહિતી.
Sangani Hospitals IPO Details
Subject | Detail |
IPO Date | Aug 4, 2023 to Aug 8, 2023 |
Face Value | ₹10 per share |
Price | ₹37 to ₹40 per share |
Lot Size | 3000 Shares |
Total Issue Size | 3,792,000 shares (aggregating up to ₹15.17 Cr) |
Fresh Issue | 3,792,000 shares (aggregating up to ₹[.] Cr) |
Issue Type | Book Built Issue IPO |
Listing At | NSE SME |
Share holding pre issue | 9,984,990 |
Share holding post issue | 13,776,990 |
Market Maker portion | 192,000 shares |
Sangani Hospitals IPO ની લોટ સાઈઝ શું છે?
સાંગાણી હોસ્પિટલના IPOની લોટ સાઈઝ 3000 શેર રાખવામાં આવી છે. જેના કારણે રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 1,20,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. સાંગાણી હોસ્પિટલના IPOનું કદ રૂ. 15.17 કરોડ છે. કંપનીએ IPO માટે બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે 45 ટકા, રિટેલ રોકાણકારો માટે 45 ટકા અને લાયક સંસ્થાકીય રોકાણકારો માટે 10 ટકા અનામત રાખ્યું છે.
Sangani Hospitals IPO GMP શું છે?
ટોચના સ્ટોક બ્રોકર દ્વારા અહેવાલ મુજબ સાંગાણીની હોસ્પિટલના શેર ગ્રે માર્કેટમાં રૂ 1ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. અગાઉ 2 ઓગસ્ટે સાંગાણી હોસ્પિટલ્સના IPOનો GMP માત્ર રૂ.1 હતો. તમને જણાવી દઈએ કે, NSE SME માં સુંગાની હોસ્પિટલનું લિસ્ટિંગ 17 ઓગસ્ટે થશે.
Sangani Hospitals IPO Timetable
IPO | Date |
IPO Date | Aug 4, 2023 to Aug 8, 2023 |
Basis of Allotment | Friday, 11 August 2023 |
Initiation of Refunds | Monday, 14 August 2023 |
Credit of Shares to Demat | Wednesday, 16 August 2023 |
Listing Date | Thursday, 17 August 2023 |
Cut-off time for UPI mandate confirmation | 5 PM on Aug 8, 2023 |
જાણો કંપની વિશે
સાંગાણી હોસ્પિટલ એ ગુજરાતના કેશોદ અને વેરાવળ પ્રદેશોમાં કાર્યરત મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થકેર પ્રોવાઈડર છે જેની સંયુક્ત પથારીની ક્ષમતા 68 બેડની છે. તેમની સેવાઓમાં મુખ્યત્વે સુપર સ્પેશિયાલિટી સેવાઓ, વિશેષતા સેવાઓ અને અન્ય સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. તેઓ પેથોલોજી લેબોરેટરી અને મેડિકલ સ્ટોર પણ ચલાવે છે. હાલમાં, તેઓ ગુજરાતના કેશોદ, જૂનાગઢ ખાતેની સાંગાણી હોસ્પિટલ અને વેરાવળ ગુજરાતની સાંગાણી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી બે હોસ્પિટલોમાંથી કામ કરે છે.