AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Concord Biotech IPO : આજથી 5 દિવસ ગુજ્જુ કંપનીમાં રોકાણ કરવાની તક મળશે,એક દિવસ પહેલા કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 465 કરોડ એકત્ર કર્યા

Concord Biotech IPO : આજથી ત્રણ દિવસ Concord Biotech IPO માં રોકાણની તક મળશે. બાયોટેક્નોલોજી ક્ષેત્રની કંપની કોનકોર્ડ બાયોટેકે(Concord Biotech) તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ખોલવાના એક દિવસ પહેલા ગુરુવારે 3 ઓગસ્ટે એન્કર રોકાણકારો પાસેથી આશરે રૂ. 464.95 કરોડ એકત્ર કર્યા હતા.

Concord Biotech IPO : આજથી 5 દિવસ ગુજ્જુ કંપનીમાં રોકાણ કરવાની તક મળશે,એક દિવસ પહેલા કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 465 કરોડ એકત્ર કર્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 8:58 AM
Share

Concord Biotech IPO : આજથી 5 દિવસ Concord Biotech IPO માં રોકાણની તક મળશે. બાયોટેક્નોલોજી ક્ષેત્રની કંપની કોનકોર્ડ બાયોટેકે(Concord Biotech) તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ખોલવાના એક દિવસ પહેલા ગુરુવારે 3 ઓગસ્ટે એન્કર રોકાણકારો પાસેથી આશરે રૂ. 464.95 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીએ જણાવ્યું હતું કે તેના એન્કર ઇશ્યૂમાં 41 રોકાણકારોએ ભાગ લીધો હતો.

QIBs માટે આરક્ષિત હિસ્સામાં શેર ફાળવવામાં આવ્યા

આ તમામ રોકાણકારોને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે આરક્ષિત હિસ્સામાં શેર ફાળવવામાં આવ્યા છે.  QIB માટે IPOનો 50% અનામત રાખ્યો છે. અમદાવાદ-મુખ્ય મથક ધરાવતી કંપનીએ શેર દીઠ રૂ. 741ના ભાવે એન્કર રોકાણકારોને 62,74,695 ઇક્વિટી શેર ફાળવ્યા છે. રૂ. 741 તેના શેરની ઉપલી પ્રાઇસ બેન્ડ છે.

એન્કર ઇશ્યુમાં ભાગ લેનારા મુખ્ય રોકાણકારોમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, પોલર કેપિટલ ફંડ્સ, HSBC મ્યુચ્યુઅલ ફંડ, WF એશિયન રિકોનિસન્સ ફંડ, અમુન્ડી ફંડ્સ, ધ પ્રુડેન્શિયલ એશ્યોરન્સ કંપની અને પિનબ્રિજ ગ્લોબલ ફંડ્સનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત નિપ્પોન લાઈફ, યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ, ફ્રેન્કલિન મ્યુચ્યુઅલ ફંડ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ, એડલવાઈસ ટ્રસ્ટીશીપ, ઈન્વેસ્કો ઈન્ડિયા, બંધન મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ, મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સ અને ટાટા એઆઈએ લાઈફ ઈન્સ્યોરન્સ. એન્કર બુક દ્વારા પણ કંપનીમાં રોકાણ કર્યું હતું.

Concord Biotech IPO ની અગત્યની તારીખ

Subject Date
IPO Date 4 to 8 August 2023
Basis of Allotment Friday, 11 August 2023
Initiation of Refunds Monday, 14 August 2023
Credit of Shares to Demat Thursday, 17 August 2023
Listing Date Friday, 18 August 2023
Cut-off UPI mandate confirmation 5 PM on Aug 8, 2023

કોનકોર્ડ બાયોટેકે સ્ટોક એક્સચેન્જોને મોકલેલી માહિતીમાં જણાવ્યું હતું કે, “કુલ 62.74 લાખ ઇક્વિટી શેર એન્કર રોકાણકારોને ફાળવવામાં આવ્યા છે. તેમાંથી 24.74 લાખ શેર 10 મ્યુચ્યુઅલ ફંડોને ફાળવવામાં આવ્યા છે જેમણે કંપનીમાં રોકાણ કર્યું છે.

ઝુનઝુનવાલાનું કંપનીમાં રોકાણ છે

સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાની પેઢી RARE એન્ટરપ્રાઇઝ દ્વારા રોકાણ કરાયેલ કોન્કોર્ડ બાયોટેકનો IPO, શુક્રવાર, ઓગસ્ટ 4 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલવાનો છે. IPO માં રોકાણ માટે સારી તક તરીકે પ્રાઇસ બેન્ડ 705-741 રૂપિયા પ્રતિ શેર જાહેર કરવામાં આવી છે. કંપની આ IPO દ્વારા 1551 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. કંપનીનો આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ પર આધારિત છે અને હેલિક્સ ઈન્વેસ્ટર 2.09 કરોડ શેર વેચશે.

Concorde Biotech IPO માટે લઘુત્તમ લોટ સાઈઝ 20 શેર છે. રોકાણકારો 20 શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછું રૂ. 14,820નું રોકાણ કરવું પડશે. જ્યારે, તેનું મહત્તમ રોકાણ અપર પ્રાઇસ બેન્ડ પર 13 લોટ (260 શેર) માટે રૂ. 1,92,660 હશે. રિટેલ રોકાણકારો IPOમાં 2 લાખ રૂપિયાની મર્યાદામાં યોજનામાં રોકાણ કરી શકે છે.

Follow Us
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">