Sabka Sapna Money Money : RD અને SIPમાં વધુ સારુ શું છે ? જાણો શેમાં રોકાણ કરવાથી મળશે વધુ વળતર
RD Vs SIP: અમે તમને પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) વિશે વિગતવાર જણાવીશું. પોસ્ટ ઓફિસ RDમાં ગેરંટીડ રિટર્ન આપવામાં આવે છે અને SIP (Systematic Investment Plan) માર્કેટ રિસ્ક સાથે જોડાયેલુ છે.તો અમે તમને જણાવીશુ કે કયા રોકાણથી વધુ ફાયદો થશે?
Mutual Fund : લોકોના મનમાં રોકાણને (Investment) લઈને અનેક પ્રકારના પ્રશ્નો હોય છે. સૌથી મહત્વનો પ્રશ્ન એ રહે છે કે ક્યાં રોકાણ કરવું જોઇએ જેથી નફો સારો રહે અને પૈસા પણ સુરક્ષિત રહે. કેટલાક લોકો ગેરંટીવાળા વળતરવાળી યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે જ્યારે અન્ય લોકો સારો નફો જુએ છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની (Post Office) રિકરિંગ ડિપોઝિટ (RD) અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) વિશે વિગતવાર જણાવીશું. પોસ્ટ ઓફિસ RDમાં ગેરંટીડ રિટર્ન આપવામાં આવે છે અને SIP (Systematic Investment Plan) માર્કેટ રિસ્ક સાથે જોડાયેલુ છે.તો અમે તમને જણાવીશુ કે કયા રોકાણથી વધુ ફાયદો થશે?
પોસ્ટ ઓફિસ RD
લોકો પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાનું સલામત માને છે. લોકોને અહીં રોકાણમાં ઘણો વિશ્વાસ છે. તમે પોસ્ટ ઓફિસ આરડીમાં માત્ર 5 વર્ષ માટે જ રોકાણ કરી શકો છો. જો તમે પાકતી મુદત પૂરી થયા પછી પણ રોકાણ કરવા માગો છો, તો તમે 5 વર્ષ પછી પણ તેમાં રોકાણ કરી શકો છો. તમને પોસ્ટ ઓફિસ આરડી પર 5.8 ટકા વ્યાજ મળે છે. જો તમે પોસ્ટ ઓફિસ RDમાં 2000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે 5 વર્ષમાં 1,20,000 રૂપિયાનું રોકાણ કરશો.
પોસ્ટ ઓફિસ RDમાં રોકાણ કરવાથી તમને મેચ્યોરિટી પર 1,39,395 રૂપિયા મળશે. તમને 19,395 રૂપિયાનું વ્યાજ મળશે. જો તમે 5 વર્ષ પછી પણ રોકાણ કરવા માગો છો, તો તમને 10 વર્ષમાં મેચ્યોરિટી પર 3,25,295 રૂપિયા મળશે. પોસ્ટ ઓફિસ આરડીમાં રોકાણ કરીને તમને ગેરંટીવાળુ વળતર તેમજ વધુ સારું વ્યાજ મળે છે.
SIP રિટર્ન
બીજી તરફ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન માર્કેટ સાથે જોડાયેલુ છે. આજકાલ તે વધુ સારા વ્યાજ દરોને કારણે લોકોની પસંદ પણ બની રહે છે. લોકો આ પ્લાનમાં વધુ રોકાણ કરે છે. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે. તેમાં તમને 12 ટકા જેટલુ રિટર્ન મળે છે. જો તમે SIP દ્વારા 2000 રૂપિયાનું મહિને રોકાણ કરો છો, તો પાંચ વર્ષમાં તમે 1,20,000 રૂપિયાનું રોકાણ કરશો.
જો તમને 12 ટકાના વ્યાજે લગભગ રૂ. 44,973નું વ્યાજ મળે છે, તો તમને મેચ્યોરિટી પર રૂપિયા 1,64,973 મળશે. જો તમે 5 વર્ષ પછી પણ રોકાણ કરવા માંગો છો તો તમને 10 વર્ષમાં મેચ્યોરિટી પર 4,64,678 રૂપિયા મળશે. જે તમારી પોસ્ટ ઓફિસ RD વધારે છે. તો તમારા માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરવું વધુ સારું રહેશે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)