અમેરિકી ડોલર સામે રૂપિયો 15 પૈસા ઘટીને 82.32 સર્વોચ્ચ નીચલી સપાટીએ પહોચ્યો

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 82.19 પર ખુલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન રૂપિયો 82.43ની નીચી સપાટીએ ગયો હતો. અંતે, રૂપિયો અગાઉના બંધ ભાવ સામે 15 પૈસાના ઘટાડા સાથે 82.32 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

અમેરિકી ડોલર સામે રૂપિયો 15 પૈસા ઘટીને 82.32 સર્વોચ્ચ નીચલી સપાટીએ પહોચ્યો
Rupee slips 15 paise to record low of 82.32 per dollar
TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Oct 07, 2022 | 6:16 PM

યુએસ ચલણમાં મજબૂત વલણ વચ્ચે શુક્રવારે રૂપિયો(Rupee) ડોલર સામે 15 પૈસા ઘટીને 82.32 (કામચલાઉ) ની રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહ્યો હતો.વેપારીઓના મતે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઘટાડો અને ક્રૂડ ઓઈલ(Crude Oil) ના ભાવમાં ઉછાળો રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર કરે છે.

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 82.19 પર ખુલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન રૂપિયો 82.43ની નીચી સપાટીએ ગયો હતો. અંતે, રૂપિયો અગાઉના બંધ ભાવ સામે 15 પૈસાના ઘટાડા સાથે 82.32 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.અગાઉ, ગુરુવારે રૂપિયો અમેરિકી ચલણ સામે ડોલર દીઠ 82.17 ના સર્વકાલીન નીચા સ્તરે 55 પૈસા તૂટી ગયો હતો.

ડૉલર ઇન્ડેક્સ, જે વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડૉલરની મજબૂતાઈને માપે છે, તે 0.19 ટકા ઘટીને 112.04 પર આવી ગયો છે. ઓપેક દેશોએ ઓઇલ આઉટપુટ કટની જાહેરાત કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.82 ટકા વધીને $95.19 પ્રતિ બેરલ થયું હતું.

આ સિવાય BSE સેન્સેક્સ 30.81 પોઈન્ટ્સ અથવા 0.05 ટકા ઘટીને 58,191.29 પર જ્યારે નિફ્ટી 17.15 પોઈન્ટ ઘટીને 17,314.65 પર છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મૂડીબજારમાં ચોખ્ખી ખરીદી કરી હતી. ઉપલબ્ધ માહિતી અનુસાર, વિદેશી રોકાણકારોએ ગુરુવારે રૂ. 279 કરોડના શેરની ખરીદી કરી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati