રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો, 31 પૈસા ઘટીને 80.15 પર રહ્યો

|

Aug 29, 2022 | 11:03 AM

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં (Foreign exchange market) ડોલર સામે રૂપિયો 80.10 પર ખુલ્યો હતો. પછીથી વધુ ઘટાડો નોંધાતા તે 80.15 પર આવી ગયો, જે અગાઉના બંધ ભાવની સામે 31 પૈસાની નબળાઈ દર્શાવે છે. રૂપિયામાં આ ઘટાડો છેલ્લા ઘણા દિવસોથી યથાવત છે.

રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો, 31 પૈસા ઘટીને 80.15 પર રહ્યો

Follow us on

સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર (US dollar) સામે રૂપિયો 31 પૈસા ઘટીને રૂ. 80.15ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ ઘટાડો વિદેશમાં અમેરિકી ચલણની મજબૂતાઈ અને ક્રૂડ ઓઈલના (crude oil) ભાવમાં વધારો થવાને કારણે થયો છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં (Foreign exchange market) ડોલર સામે રૂપિયો 80.10 પર ખુલ્યો હતો. પરંતુ પછીથી તેમા વધુ ઘટાડો નોંધાતા તે 80.15 પર આવી ગયો, જે અગાઉના બંધ ભાવની સામે 31 પૈસાની નબળાઈ દર્શાવે છે.

શુક્રવારે ડોલર સામે રૂપિયો 79.84 પર બંધ થયો હતો. દરમિયાન, ડોલર ઇન્ડેક્સ, છ મુખ્ય ચલણો સામે યુએસ ડોલરની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે, 0.51 ટકા વધીને 109.35 પર પહોંચ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વે ફુગાવાને કાબૂમાં લેવા માટે કડક વલણ અપનાવવાની વાત કર્યા બાદ ડોલર મજબૂત થયો હતો.

કયાથી ક્યા પહોચ્યો રૂપિયો ?

વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.86 ટકા વધીને $101.86 પ્રતિ બેરલ પર છે. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 51.12 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. બજાર ખુલતાની સાથે જ રૂપિયામાં 26 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં રૂપિયો 80.10 રૂપિયા પર નોંધાયો હતો, પરંતુ બાદમાં તે ઘટીને 31 પૈસા થઈ ગયો અને ડોલર સામે રૂપિયો 80.10 રૂપિયા પર પહોંચી ગયો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રૂપિયાના અવમૂલ્યનની આપણા પર શુ થશે અસર ?

રૂપિયાના અવમૂલ્યનની અસર સામાન્ય માનવીના જીવન પર જોવા મળી શકે છે. તાજેતરના સમયમાં મોંઘવારી દરના સ્વરૂપમાં પણ આ જોવા મળી રહ્યું છે. રૂપિયો નબળો પડવાથી આંતરરાષ્ટ્રીય બજારમાંથી આયાતી કોમોડિટીમાં કોઈપણ અછતની અસર ઘટશે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલમાં ઘટાડાનો લાભ મેળવવામાં વધુ સમય લાગશે કારણ કે ભાવમાં ઘટાડા વચ્ચે રૂપિયાના અવમૂલ્યનથી આયાત બિલમાં વધારો થશે અને તેનાથી તિજોરી પર બોજ પડશે. અત્યારે વિદેશી બજારોમાં કાચા તેલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ રૂપિયો નબળો પડવાને કારણે સામાન્ય લોકોને તેનો લાભ મળી રહ્યો નથી.

વિશ્વના બજારોમાં કોમોડિટીના ભાવ ઘટશે અને ડોલર સામે રૂપિયો મજબૂત સ્થિતિમાં આવશે ત્યારે જ સામાન્ય લોકોને ફાયદો થશે. વૈશ્વિક બજારમાં કોમોડિટીના ભાવ ઘટશે અને રૂપિયો મજબૂત થશે ત્યારે જ સામાન્ય લોકોને મોંઘવારીના મોરચે રાહત મળશે. જો કે તાજેતરના ઘટાડાને જોતા રૂપિયો આટલો જલ્દી મજબૂત થવાની કોઈ શક્યતા નથી. સતત કેટલાય દિવસોથી ડોલર સામે રૂપિયો નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

શેરબજારની સ્થિતિ

વૈશ્વિક શેરબજારોની નબળાઈને અનુલક્ષીને સોમવારે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન મુખ્ય શેર સૂચકાંકો લગભગ બે ટકા ઘટ્યા હતા. BSE સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 1,220.76 પોઈન્ટ ઘટીને 57,613.11 પર પહોંચ્યો હતો. તેના તમામ 30 શેર લાલ નિશાનમાં હતા. NSE નિફ્ટી 355 પોઈન્ટ ઘટીને 17,203.90 પર હતો. બંને સૂચકાંકો બે ટકાથી વધુ તૂટ્યા હતા.

 

Next Article