Retail Inflation: મોંઘવારી 15 મહિનાની ટોચે પહોંચી, છૂટક મોંઘવારી દર 7 ટકાને પાર

જુલાઈમાં રિટેલ મોંઘવારી દર વાર્ષિક ધોરણે 7.44 ટકા રહ્યો છે. છેલ્લા 15 મહિનામાં મોંઘવારીનું આ સર્વોચ્ચ સ્તર છે, જ્યારે તે RBIની 6 ટકાની મર્યાદા કરતાં 1.44 ટકા વધુ છે. નવા અપડેટ ડેટા મૂજબ જૂનમાં અંતિમ છૂટક ફુગાવાનો દર 4.87 ટકા હતો.

Retail Inflation: મોંઘવારી 15 મહિનાની ટોચે પહોંચી, છૂટક મોંઘવારી દર 7 ટકાને પાર
Retail Inflation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 7:08 PM

જૂનમાં 5% ની નીચે રહેલા મોંઘવારી દરે (Inflation Rate) પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું છે. જુલાઈ મહિનામાં તે ફરી એકવાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની (RBI) 6 ટકાની મહત્તમ મર્યાદાને પાછળ છોડી અને દર 7 ટકાથી ઉપર રહ્યો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ડેટાના આધારે મંત્રાલયે છૂટક મોંઘવારીના ડેટા જાહેર કર્યા છે.

રિટેલ મોંઘવારી દર વાર્ષિક ધોરણે 7.44 ટકા

જુલાઈમાં રિટેલ મોંઘવારી દર વાર્ષિક ધોરણે 7.44 ટકા રહ્યો છે. છેલ્લા 15 મહિનામાં મોંઘવારીનું આ સર્વોચ્ચ સ્તર છે, જ્યારે તે RBIની 6 ટકાની મર્યાદા કરતાં 1.44 ટકા વધુ છે. નવા અપડેટ ડેટા મૂજબ જૂનમાં અંતિમ છૂટક ફુગાવાનો દર 4.87 ટકા હતો, જ્યારે જુલાઈ 2022માં તે 6.71 ટકા હતો.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

ખાદ્ય ચીજો 11.51 ટકા મોંઘી થઈ

છૂટક મોંઘવારીની ગણતરીમાં ‘કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ’ સૌથી મહત્વપૂર્ણ છે, તે ખાદ્ય ચીજવસ્તુઓમાં વધતી મોંઘવારી દર્શાવે છે. તે મુજબ જુલાઈમાં ખાદ્ય મોંઘવારી દર 11.51 ટકા રહ્યો છે. એટલે કે ખાદ્યપદાર્થો 11.51 ટકા મોંઘા થયા છે. શહેરોમાં ખાદ્ય મોંઘવારી દર 12.32 ટકા રહ્યો છે ત્યારે ગામડાઓમાં પણ તે 11.04 ટકા પર પહોંચી ગયો છે.

જૂન 2023માં એકંદરે ખાદ્ય ફુગાવો 4.55 ટકા હતો. જુલાઈ 2022માં તેનો દર 6.69 ટકા હતો. આ રીતે ખાદ્યપદાર્થો માસિક ધોરણે લગભગ 3 ગણા મોંઘા થયા છે અને વાર્ષિક ધોરણે પણ આ મોંઘવારી લગભગ બમણી થઈ છે.

શાકભાજી-મસાલાના ભાવમાં વધારો

જુલાઈના આંકડા દર્શાવે છે કે શાકભાજી અને મસાલામાં સૌથી વધુ મોંઘવારી વધી છે. જુલાઈ મહિનામાં શાકભાજી 37.34 ટકા મોંઘા થયા છે, જ્યારે મસાલાનો મોંઘવારી દર 21.63 ટકા રહ્યો છે. આ સિવાય કઠોળ અને અનાજનો મોંઘવારી દર 13 ટકાથી ઉપર રહ્યો છે. જુલાઈ દરમિયાન તેલની કિંમતમાં ઘટાડો થયો છે. ખાદ્યતેલોના ભાવમાં 16.80 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો : Inflation Rate: સામાન્ય લોકોને મોટી રાહત, જથ્થાબંધ મોંઘવારીનો દર સતત ચોથા મહિને શૂન્યથી નીચે રહ્યો

રાજ્ય મુજબ મોંઘવારી સૌથી વધુ રાજસ્થાન અને ઝારખંડમાં વધી છે. જુલાઈ 2023માં રાજસ્થાનમાં ફુગાવાનો દર 9.66 ટકા અને ઝારખંડમાં 9.16 ટકા છે. બીજી તરફ મોંઘવારી દરમાં સૌથી ઓછો વધારો દિલ્હીમાં થયો છે, જે માત્ર 3.72 ટકા છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">