રિલાયન્સ-ફ્યુચર ગ્રુપના સોદાને મંજૂરી આપી, SEBIએ અમેઝોનને આપ્યો આંચકો, કાનુની લડત ચાલુ રાખશે અમેઝોન
SEBIએ બુધવારે ફ્યુચર ગ્રુપને તેની સંપત્તિ રિલાયન્સગ્રુપને વેચવાની યોજનાને મંજૂરી આપી છે. આ નિર્ણયથી બોમ્બે સ્ટોક એક્સચેન્જે પણ 24,713 કરોડ રૂપિયાના સોદાને મંજૂરી આપી હતી.
SEBIએ બુધવારે ફ્યુચર ગ્રુપને તેની સંપત્તિ રિલાયન્સ ગ્રુપને વેચવાની યોજનાને મંજૂરી આપી છે. આ નિર્ણયથી બોમ્બે સ્ટોક એક્સચેન્જે પણ 24,713 કરોડ રૂપિયાના સોદાને મંજૂરી આપી હતી. એમેઝોને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) અને અન્ય રેગ્યુલેટર એજન્સીઓને અનેક પત્રો લખી સોદાની મંજૂરી ન આપવા વિનંતી કરી હતી.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયાએ કેટલીક શરતો સાથેના સોદાને મંજૂરી આપી દીધી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં આ સોદાની ઘોષણા કરવામાં આવી હતી. BSEએ એમ પણ કહ્યું છે કે ફ્યુચર-રિલાયન્સ ગ્રુપના આ સોદા અંગે સેબીની પરવાનગી કોર્ટમાં પેન્ડિંગ કેસોના પરિણામ પર આધારિત રહેશે.
ફ્યુચર અને એમેઝોન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેના ભારતીય જૂથના ઓગસ્ટના સોદાને લઇને કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે. યુ.એસ.ના ઈ-કોમર્સ જાયન્ટનો આક્ષેપ છે કે આ સોદાએ ફ્યુચર સાથેના તેના કેટલાક પૂર્વ નિર્ધારિત કરારોનો ભંગ કર્યો છે. મોડી રાતે જારી નોટિફેક્શનમાં ભારતીય એક્સચેન્જએ જણાવ્યું હતું કે તેઓને સોદા પર કોઈ વાંધો નથી,આ નિદેવન સાથે ભારતના બજારોના નિયમનકાર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સાથે વાતચીત બાદ નિર્ણય પર પહોંચ્યાં છે.
નોટિફિકેશન એમેઝોન માટે આંચકો હશે, જેણે તાજેતરમાં સોદાની સમીક્ષાને સ્થગિત કરવા માટે સેબી અને સ્ટોક એક્સચેંજને વારંવાર પત્ર લખ્યાં છે.એમેઝોને સિંગાપોરના આર્બિટ્રેટર સમક્ષ ફ્યુચરને પણ ખેંચી ગયું હતું જેણે ઓક્ટોબરમાં વચગાળાના આદેશ આપતા કહ્યું હતું કે રિલાયન્સ ડીલ અટકાવી દેવી જોઈએ. ફ્યુચર કહે છે કે ઓર્ડર તેના પર બંધનકર્તા નથી.
એક્સચેન્જોની મંજૂરીને પગલે એમેઝોનએ એક નિવેદનમાં કહ્યું કે તે તેના અધિકારોને લાગુ કરવા કાયદાકીય ઉપાયો કરવાનું ચાલુ રાખશે, મામલાની મંજૂરીઓ ચાલુ લવાદ પ્રક્રિયા અને અન્ય કેસના પરિણામને આધિન છે.