Reliance Future Group Deal: ડીલ ન થઈ શકે તો 11 લાખ લોકોની રોજગારી છીનવાઈ જવાનો ભય

|

Feb 27, 2021 | 11:33 PM

રિલાયન્સ ફ્યુચર ગ્રુપ ડીલ( Reliance Future Group Deal )નો વિવાદ સતત વધી રહ્યો છે. 22 ફેબ્રુઆરીએ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે ડીલ અટકાવી છે.

Reliance Future Group Deal: ડીલ ન થઈ શકે તો 11 લાખ લોકોની રોજગારી છીનવાઈ જવાનો ભય
Future Group

Follow us on

રિલાયન્સ ફ્યુચર ગ્રુપ ડીલ( Reliance Future Group Deal )નો વિવાદ સતત વધી રહ્યો છે. 22 ફેબ્રુઆરીએ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે ડીલ અટકાવી છે. હવે આ સોદા અંગે એક અહેવાલ બહાર આવી રહ્યો છે. એક અહેવાલ મુજબ જો રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપનો આ સોદા કરવામાં નહીં આવે તો 11 લાખ લોકોની આજીવિકાને અસર થશે. ટેલિકોમ અને ડિજિટલમાં તેનો વ્યવસાય ફેલાવ્યા પછી મુકેશ અંબાણીએ ફ્યુચર ગ્રુપના આ સોદા દ્વારા રિટેઈલ બજાર પર કબજો કરવાના સ્વપ્નો જોયા હતા, પરંતુ હાલના સમયમાં તેના ઉપર પૂર્ણવિરામ મુકાયું છે.

 

આ અહેવાલ મુજબ જો એમેઝોનને સફળતા મળે અને આ સોદો કાયમી ધોરણે બંધ થઈ જાય તો રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ સાથે 11 લાખ લોકોને રોજગાર સંકટનો સામનો કરવો પડશે. ફ્યુચર ગ્રૂપ અને રિલાયન્સે ખાતરી કરવાની કોશિશ કરી છે કે આ ડીલ દ્વારા Big Bazaar, EasyDay, Nilgiris, Central, Brand Factoryજેવા વ્યવસાયો કાર્યરત રહેશે, જેથી તેમના કર્મચારીઓને તેમની નોકરી ગુમાવવી ન પડે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

સોદો કેમ અટક્યો?

સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના નિર્ણયને અટકાવતા સુનાવણી કરી છે કે હવે પછીના આદેશ સુધી આ સોદાને લગતા તમામ વ્યવહારો અટકાવવામાં આવે. ઈ- કોમર્સ કંપની એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે ફ્યુચર રિટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં બંને કંપનીઓને ત્રણ અઠવાડિયામાં પોતાનો પક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે રિલાયન્સ-ફ્યુચર વચ્ચેના સોદાની આગળની પ્રક્રિયા પર સ્ટે મુક્યો છે.

 

આ પણ વાંચો: West Bengal Polls 2021: ઈલેક્શન કમિશનની મોટી કાર્યવાહી, જાવેદ શમીમને દૂર કરાયા નવા ADG લો-ઓર્ડર હશે જગમોહન

Next Article