RBI ની ચેતવણી : Old Pension Scheme લાગુ કરનાર રાજ્ય નાણાંકીય સંકટનો સામનો કરી શકે છે,જાણો ક્યાં રાજ્યમાં OPS અમલમાં છે

|

Jan 18, 2023 | 7:38 AM

રિઝર્વ બેંકનું કહેવું છે કે જૂની પેન્શન યોજના રાજ્યોના ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આનાથી રાજ્યોની નાણાકીય સ્થિતિ પર દબાણ નહીં આવે પરંતુ રાજકોષીય ખાધમાં પણ વધારો થશે.કેન્દ્રીય બેંકે કહ્યું કે કેટલાક રાજ્યોએ જૂની પેન્શન યોજના પાછી લાગુ કરી છે. આ તેમની નાણાકીય સ્થિતિ માટે મોટું જોખમ ઊભું કરે છે.

RBI ની ચેતવણી : Old Pension Scheme લાગુ કરનાર રાજ્ય નાણાંકીય સંકટનો સામનો કરી શકે છે,જાણો ક્યાં રાજ્યમાં OPS અમલમાં છે
Many states have implemented the old pension system

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેટલાક રાજ્યોમાં જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરવા અંગે ચેતવણી આપી છે. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે રાજ્યો માટે આ એક મોટું જોખમ છે કારણ કે આનાથી આવતા વર્ષમાં તેમની જવાબદારી વધી જશે અને તેને ચૂકવવા માટે પૈસા નથી. આરબીઆઈએ ‘સ્ટેટ ફાયનાન્સઃ સ્ટડી ઓફ ધ બજેટ ફોર 2022-23’ શીર્ષક હેઠળના અહેવાલમાં આ વાત એવા સમયે કરી છે જ્યારે હિમાચલ પ્રદેશે તાજેતરમાં મોંઘવારી ભથ્થા સાથે જોડાયેલ જૂની પેન્શન સ્કીમને ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશમાં તાજેતરની વિધાનસભા ચૂંટણી દરમિયાન જૂની પેન્શન યોજના (OPS) એક મુખ્ય મુદ્દો હતો. આ પહેલા પણ અન્ય ઘણા રાજ્યોએ જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરી છે તેની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. આ સાથે જ અર્થશાસ્ત્રીઓચિંતા વ્યક્ત કરી રહ્યા છે. હવે રિઝર્વ બેંકએ પણ આ અંગે રાજ્યોને ચેતવણી આપી છે.

જો નિર્ણય પરત ન લેવામાં આવે તો મોટું નુકસાન થશે

રિઝર્વ બેંકનું કહેવું છે કે જૂની પેન્શન યોજના રાજ્યોના ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આનાથી રાજ્યોની નાણાકીય સ્થિતિ પર દબાણ નહીં આવે પરંતુ રાજકોષીય ખાધમાં પણ વધારો થશે.કેન્દ્રીય બેંકે કહ્યું કે કેટલાક રાજ્યોએ જૂની પેન્શન યોજના પાછી લાગુ કરી છે. આ તેમની નાણાકીય સ્થિતિ માટે મોટું જોખમ ઊભું કરે છે.

સરકારોની બચત ખતમ થશે

રિઝર્વ બેંકે તાજેતરમાં જ રાજ્યોની નાણાકીય સ્થિતિને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પગલા બાદ રાજ્યોના નાણાકીય સંસાધનોની વાર્ષિક બચત થોડા સમય માટે રહેશે. વર્તમાન ખર્ચને ભવિષ્ય સુધી સ્થગિત કરીને રાજ્યો જોખમથી દૂર રહેશે બીજી તરફ આવનારા વર્ષોમાં અનફંડ્ડ પેન્શનની જવાબદારી રાજ્યો પર ભારે પડશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વિરોધ પક્ષોની સરકારે OPS લાગુ કરી

કોંગ્રેસ શાસિત રાજસ્થાન અને છત્તીસગઢ પહેલાથી જ જૂની પેન્શન યોજના લાગુ કરી છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશ આ સિસ્ટમ લાગુ કરવા માટે સૌથી નવું રાજ્ય છે. ઝારખંડમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર સાથે છે ત્યાંની સરકારે પણ તેને પાછું લાગુ કરી દીધું છે જ્યારે આમ આદમી પાર્ટી શાસિત પંજાબમાં  વિચાર ચાલી રહ્યો છે.

જે રાજ્યોએ જૂની પેન્શન યોજના લાગુ કરી છે તેમનું કહેવું છે કે તેની પાછળ કર્મચારીઓને સામાજિક સુરક્ષા આપવાની સાથે રાજ્યના જન કલ્યાણનો સિદ્ધાંત છે. જો કે, ઘણા અર્થશાસ્ત્રીઓએ રાજ્ય સરકારોના આ પગલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Published On - 7:13 am, Wed, 18 January 23

Next Article