AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI એ આ શહેરની વધુ એક સહકારી બેંકનું લાઇસન્સ રદ કર્યું, હવે ખાતેદારોના પૈસાનું શું થશે?

ઉલ્લેખનીય છે કે DICGC વીમા યોજના હેઠળ બેંકોમાં જમા રકમનો 5 લાખ રૂપિયા સુધીનો વીમો લેવામાં આવે છે. આ કારણે બેંક નાદાર બને અથવા તેનું લાઇસન્સ રદ થાય તો ગ્રાહકોને આવી જમા રકમ ગુમાવવાનું જોખમ રહેતું નથી.

RBI એ આ શહેરની વધુ એક સહકારી બેંકનું લાઇસન્સ રદ કર્યું, હવે ખાતેદારોના પૈસાનું શું થશે?
Reserve Bank of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 9:55 AM
Share

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વધુ એક સહકારી બેંક સામે કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંક (RBI) એ મહારાષ્ટ્રના પુણેની સેવા વિકાસ સહકારી બેંક લિ. (Seva Vikas Co-operative Bank)નું લાયસન્સ રદ્દ કર્યું છે. સેવા વિકાસ સહકારી બેંકનું લાઇસન્સ રદ કરવાથી ખાતેદારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે આ સામે ચિંતામાં રાહત આપતા સમાચાર પણ સાંપડ્યા છે. બેંક દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર તેના 99 ટકા થાપણદારો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) હેઠળ તેમની સંપૂર્ણ થાપણો મેળવવા માટે પાત્ર છે. ડીઆઈસીજીસીએ 14 સપ્ટેમ્બર સુધી કુલ વીમાકૃત થાપણોમાંથી રૂપિયા 152.36 કરોડ ચૂકવ્યા હતા. આરબીઆઈએ કહ્યું છે કે બેંક પાસે પર્યાપ્ત મૂડી નથી કે તેની પાસે કમાણીની કોઈ સંભાવના નથી તેથી તેનું લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યું છે.

સેવા વિકાસ કો-ઓપરેટિવ બેંક 10 ઓક્ટોબરે બંધ કરી દેવાઈ

રિઝર્વ બેંકે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેંક પાસે ન તો પર્યાપ્ત મૂડી છે કે ન તો આવકની સંભાવના છે. સહકારી બેંક 10 ઓક્ટોબરના રોજ કામકાજના સમય પછી વ્યવસાય કરી શકશે નહીં. કેન્દ્રીય બેંકે કહ્યું કે બેંક તેની વર્તમાન નાણાકીય સ્થિતિમાં હાલના થાપણદારોને સંપૂર્ણ રકમ ચૂકવવામાં સક્ષમ નથી. રિઝર્વ બેંકે ઉમેર્યું કે સેવા વિકાસ કો-ઓપરેટિવ બેંકને બેંકિંગ વ્યવસાયથી હટાવી દેવામાં આવી છે. અન્ય બાબતોમાં બેંક ન તો થાપણો સ્વીકારી શકશે કે ન તો તાત્કાલિક અસરથી થાપણોની ચૂકવણી કરી શકશે.

બેંક ડૂબી જવાના કિસ્સામાં 5 લાખ રૂપિયા સુધીની સલામતી

ઉલ્લેખનીય છે કે DICGC વીમા યોજના હેઠળ બેંકોમાં જમા રકમનો 5 લાખ રૂપિયા સુધીનો વીમો લેવામાં આવે છે. આ કારણે બેંક નાદાર બને અથવા તેનું લાઇસન્સ રદ થાય તો ગ્રાહકોને આવી જમા રકમ ગુમાવવાનું જોખમ રહેતું નથી. DICGC, ભારતીય રિઝર્વ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે જે બેંક ડિપોઝીટ પર રૂ. 5 લાખ સુધીનું વીમા કવચ આપે છે.

એક મહિનામાં પુણેની બીજી બેંક બંધ કરાઈ

ભારતીય રિઝર્વ બેંકએ પુણેની રૂપી કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (Rupee Co-operative Bank Ltd)ને બંધ કરવાનો તાજેતરમાં આદેશ આપ્યો હતો. આ બેંકની બેંકિંગ સેવાઓ  22 સપ્ટેમ્બરથી બંધ કરાઈ છે. રિઝર્વ બેંકની ગાઈડલાઈનનું પાલન ન કરવાને કારણે રુપી કો-ઓપરેટિવ બેંક લિમિટેડના દરવાજે તાળા લાગી ગયા છે.ઓગસ્ટમાં રિઝર્વ બેંકે પુણે સ્થિત રૂપી કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો હતો. બેંક  22મી સપ્ટેમ્બરથી પોતાનો વ્યવસાય બંધ કરાયો છે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">