RBI Tokenization Rules : શું તમે CREDIT અથવા DEBIT CARD થી પેમેન્ટ કરો છો ? 1 જાન્યુઆરીથી કાર્ડની ચુકવણીની પદ્ધતિ બદલાશે, જાણો નવા નિયમ

RBI એ ડેટા સ્ટોરેજને લગતા ટોકેનાઈઝેશન માટે નિયમો જારી કર્યા છે. તમને જણાવી દઈએ કે ગ્રાહકે તેના કાર્ડની વિગતો કોઈ પણ થર્ડ પાર્ટી એપ (દઉદાહરણ તરીકે ફૂડ ડિલિવરી એપ, કેબ સર્વિસ કંપનીઓની એપ) સાથે શેર કરવાની રહેશે નહીં.

RBI Tokenization Rules : શું તમે CREDIT અથવા DEBIT CARD થી પેમેન્ટ કરો છો ? 1 જાન્યુઆરીથી કાર્ડની ચુકવણીની પદ્ધતિ બદલાશે, જાણો નવા નિયમ
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 9:48 AM

RBI Tokenization Rules : તમે જે કાર્ડ દ્વારા પેમેન્ટ (Card Payment) ની પદ્ધતિ 1 જાન્યુઆરી, 2022 થી બદલાશે. આ માટે એક ટોકિનાઇઝેશન સિસ્ટમ કામ કરશે. ભારતીય રિઝર્વ બેન્કે આ સંદર્ભે (Card payment new rules) નિયમો નક્કી કર્યા છે . આમાં, કાર્ડ ધારકના ડેટાની પ્રાઇવેસી પર વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. RBI એ ડેટા સ્ટોરેજને લઈને RBI ટોકનાઈઝેશન નિયમો(RBI tokenization rules) જારી કર્યા છે.

વાસ્તવિક કાર્ડ ડેટા સ્ટોરેજ નહીં હોય RBI ના નવા નિયમો હેઠળ 1 જાન્યુઆરી, 2022 થી કાર્ડ વ્યવહારો અથવા પેમેન્ટમાં કાર્ડ જારી કરનારી બેંક અથવા કાર્ડ નેટવર્ક સિવાય અન્ય કોઈ વાસ્તવિક કાર્ડ ડેટા સ્ટોરેજ કરશે નહીં. આમાં પહેલેથી જ સ્ટોર આવા કોઈપણ ડેટાને ફિલ્ટર કરવામાં આવશે. જો કે ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ અથવા સમાધાન હેતુઓ માટે સંસ્થાઓ મર્યાદિત ડેટા સ્ટોર કરી શકે છે. કાર્ડ નંબરના છેલ્લા ચાર અંકો સુધી સ્ટોરેજ અને કાર્ડ આપનારનું નામ ઉપયોગ કરવાની છૂટ રહેશે.

નિયમોનું પાલન કરવાની જવાબદારી નિયમોનું પાલન કરવા માટે કાર્ડ નેટવર્ક જવાબદાર રહેશે. આ નિયમ CoFT મોબાઈલ, લેપટોપ, ડેસ્કટોપ સ્માર્ટ વોચ વગેરે દ્વારા કરવામાં આવતી ચુકવણીઓ પર પણ લાગુ પડશે. કાર્ડ ડેટાને ટોકન કરવાની અને ડી-ટોકન કરવાની ક્ષમતા ટોકન સર્વિસ પ્રોવાઇડર પાસે હશે. કાર્ડ ડેટાનું ટોકિનકરણ ગ્રાહકની સંમતિથી કરવામાં આવશે. AFA નો ઉપયોગ ટોકિનકરણ માટે પણ કરવામાં આવશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ATM માંથી પૈસા ઉપાડવા માટે નિયમો બદલાશે 1 લી જાન્યુઆરી, 2022 થી બેન્કોના એટીએમમાંથી નિયત ફ્રી લિમિટથી વધુ રકમ ઉપાડવા માટે નવો ચાર્જ ચૂકવવો પડશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ બેન્કોને આગામી વર્ષથી એટીએમ મારફતે નિયત ફ્રી મંથલી લિમિટ કરતાં વધુ રોકડ ઉપાડવા અથવા અન્ય વ્યવહારો માટે ફી વધારવાની મંજૂરી આપી છે. આ અંતર્ગત, જો બેંક ગ્રાહકો નિ: શુલ્ક ઉપાડ અથવા અન્ય સુવિધાઓની નિયત મર્યાદાથી વધુ વ્યવહાર કરે છે, તો તેમને દરેક વ્યવહાર પર 21 રૂપિયા ચૂકવવા પડશે જે હાલમાં 20 રૂપિયા છે.

ડેટા ચોરી અટકાવવાનો પ્રયાસ RBI એ ડેટા સ્ટોરેજને લગતા ટોકેનાઈઝેશન માટે નિયમો જારી કર્યા છે. તમને જણાવી દઈએ કે ગ્રાહકે તેના કાર્ડની વિગતો કોઈ પણ થર્ડ પાર્ટી એપ (દઉદાહરણ તરીકે ફૂડ ડિલિવરી એપ, કેબ સર્વિસ કંપનીઓની એપ) સાથે શેર કરવાની રહેશે નહીં. અગાઉ આ કરવાથી, વપરાશકર્તાના કાર્ડનો ડેટા આ વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન્સ પર સ્ટોર કરવામાં આવતો હતો જેના કારણે ડેટા ચોરી થવાનો ભય રહે છે. ટોકન સેવા ગ્રાહકોની ઇચ્છાઓ પર નિર્ભર રહેશે. આ માટે કોઈ દબાણ રહેશે નહીં અને બેન્કો અથવા કાર્ડ જારી કરતી કંપનીઓ દ્વારા તેને ફરજિયાત રીતે લાગુ કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : ઇંધણના ભાવમાં આજે વધારો ન કરાયો , જાણો 1 લીટર પેટ્રોલ – ડીઝલ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

આ પણ વાંચો :  IPO Allotment Status : શું તમે આ ગુજરાતી કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું છે ? આ બે રીતે તમારા શેરની સ્થિતિ ચકાસો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">