RBI બેંકોની સ્થિતિ સુધારવા માટે 6000 કરોડ રૂપિયાની BAD BANK ની રચના કરશે, જાણો શું છે બેડ બેંક

કંપનીની નોંધણી પછી 100 કરોડ રૂપિયાની પ્રારંભિક મૂડીના રોકાણની પ્રક્રિયા માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી રહી છે. હવે પછીનું પગલું ઓડિટ રહેશે. જે બાદ આઇબીએ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના લાઇસન્સ માટે રિઝર્વ બેંકમાં અરજી કરાશે.

RBI બેંકોની સ્થિતિ સુધારવા માટે 6000 કરોડ રૂપિયાની BAD BANK ની રચના કરશે, જાણો શું છે બેડ બેંક
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 6:37 AM

ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) ટૂંક સમયમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે રૂ 6000 કરોડની સૂચિત મૂડી સાથે નેશનલ એસેટ રિકંસ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL)ની અથવા બેડ બેંક(Bad Bank)ની રચના માટે અરજી કરશે. શરૂઆતમાં 100 કરોડની મૂડીના રોકાણની પ્રક્રિયા કરવામાં આવી છે. IBAને કંપનીના રજિસ્ટ્રાર તરફથી આ માટેનું લાઇસન્સ પણ મળ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીની નોંધણી પછી 100 કરોડ રૂપિયાની પ્રારંભિક મૂડીના રોકાણની પ્રક્રિયા માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી રહી છે. હવે પછીનું પગલું ઓડિટ રહેશે. જે બાદ આઇબીએ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના લાઇસન્સ માટે રિઝર્વ બેંકમાં અરજી કરાશે. 2017 માં રિઝર્વ બેંકે મૂડી આવશ્યકતા 2 કરોડથી વધારીને 100 કરોડ કરી હતી. સેન્ટ્રલ બેંકનું માનવું છે કે બેડ લોન ખરીદવા માટે વધુ પૈસાની જરૂર છે.

8 બેંક વર્કિંગ કેપિટલનું રોકાણ કરશે કાયદાકીય સલાહકાર એઝેડબી એન્ડ પાર્ટનર્સને વિવિધ નિયમનકારી મંજૂરીઓ મેળવવા માટે રોકાયેલા છે. આ સાથે તે અન્ય કાનૂની ઔપચારિકતાઓ પણ પૂર્ણ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ માટે પ્રારંભિક મૂડી આઠ બેંકો દ્વારા રોકવામાં આવશે. આ બેંકોએ આ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. રિઝર્વ બેંકની મંજૂરી બાદ NARCL તેનો મૂડી આધાર વધારીને 6,000 કરોડ કરશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બોર્ડ ઓફ ડિરેક્ટરનું વિસ્તરણ કરવામાં આવશે સૂત્રોએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંકની મંજૂરી બાદ અન્ય ઇક્વિટી ભાગીદારો તેમાં જોડાશે. તેના બોર્ડ ઓફ ડિરેક્ટરનું વિસ્તરણ પણ કરવામાં આવશે. IBAને બેડ બેંક સ્થાપવાની જવાબદારી સોંપવામાં આવી છે. NARCLનું પ્રારંભિક બોર્ડની રચના કરવામાં આવી છે.

બેડ બેંક શું છે? Bad Bank એ એક પ્રકારની સંપત્તિ પુનર્નિર્માણ કંપની છે. જેનું કામ બેંકોની NPA ટેક ઓવર કરવાનું છે. Bad Bank કોઈપણ બેડ એસેટને ગુડ એસેટમાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. જો બેંક કોઈને લોન આપે છે તો પણ તે હમેશા બનતું નથી કે દરેક વ્યક્તિએ લોનના દરેક હપતા સમયસર ચુકવશે અથવા સંપૂર્ણ લોન ભરપાઈ કરશે. જ્યારે લોનના હપ્તા આવવાનું બંધ થાય છે પછી ધીરે ધીરે તે લોન બેડ લોનમાં ફેરવવાનું શરૂ કરે છે એટલે કે NPA કહેવાય છે. કોઈ પણ બેંક આ બેડ લોન તેમની પાસે રાખવા માંગતી નથી કારણ કે તે તેની બેલેન્સશીટ બગાડે છે. બેડ બેંક આ બેડ લોન્સ લેશે અને પછી તેની રિકવરી કરવાનો પ્રયાસ કરશે.

બેડ બેંકનો શું ફાયદો થશે? બેડ બેંકનો સૌથી મોટો ફાયદો એ થશે કે બેંકોની બેલેન્સશીટ સુધરશે અને નવી લોન આપવી વધુ સરળ રહેશે. ઘણી બેંકો NPAથી મુક્ત થઈ જશે. બેંકોની ક્લિન બેલેન્સશીટ રાખવાથી સરકારને પણ ફાયદો થશે. જો કોઈ બેંકનું ખાનગીકરણ કરવું હોય તો તે સરળ રહેશે. બીજી તરફ બેડ બેંક દ્વારા તે NPA એટલે કે બેડ એસેટને ગુડ એસેટ બનાવવામાં મદદ કરશે. બેડ બેંક દ્વારા બેડ લોન રિકવરી કરવાના પ્રયત્નો કરવામાં આવશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">