Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI RULES : બેંકનો રિકવરી એજન્ટ લોનની વસૂલાત માટે પરેશાન કરે છે? જાણો RBI નો આ નિયમ

બેંકના રિકવરી એજન્ટ લોનની EMI ભરવામાં વિલંબ થાય એટલે વારંવાર ગ્રાહકોને લોનની વસૂલાત માટે હેરાન કરે છે. વારંવાર ફોન કરીને ધમકીઓ આપે છે. તેઓ ઘરે કે દુકાને પહોંચી જ હંગામો મચાવે છે. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો ડરવાની જરૂર નથી.

RBI RULES : બેંકનો રિકવરી એજન્ટ લોનની વસૂલાત માટે પરેશાન કરે છે? જાણો RBI નો આ નિયમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 9:59 AM

બેંકના રિકવરી એજન્ટ(Bank Recovery Agent) લોનની EMI ભરવામાં વિલંબ થાય એટલે વારંવાર ગ્રાહકોને લોનની વસૂલાત માટે હેરાન કરે છે. વારંવાર ફોન કરીને ધમકીઓ આપે છે. તેઓ ઘરે કે દુકાને પહોંચી જ હંગામો મચાવે છે. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો ડરવાની જરૂર નથી. આ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે.

તાજેતરમાં સંસદના સત્ર દરમિયાન એક સભ્ય દ્વારા પૂછવામાં આવતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પણ સ્પષ્ટ કર્યું હતું કે બેંકોને આવું ન કરવા માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે. તે ફરી એકવાર આરબીઆઈ દ્વારા ખાતરી કરશે કે બેંકો આ રીતે લોનની વસૂલાત બંધ કરે અને ગ્રાહક સાથે માનવતા અને સંવેદનશીલતા સાથે વર્તે તે જરૂરી છે.

IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ

RBIની માર્ગદર્શિકા શું કહે છે?

આરબીઆઈએ સરકારી અને ખાનગી સહિત દેશની તમામ બેંકોને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ લોનની વસૂલાત માટે ગ્રાહકો સાથે ગેરવર્તન ન કરે. આ માટે કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે

  1. બેંકો અથવા અન્ય ધિરાણ આપતી કંપનીઓ માટે તેમની તમામ લોન રિકવરી એજન્સીઓ વિશે તેમની વેબસાઇટ પર માહિતી આપવી ફરજિયાત છે.
  2. બેંકના લોન રિકવરી એજન્ટ ગ્રાહકને શારીરિક, માનસિક કે મૌખિક કોઈપણ સ્વરૂપે હેરાન કરી શકતા નથી.
  3. આ વસૂલાત એજન્ટો કોઈપણ રીતે ઉધાર લેનારાઓને અયોગ્ય, ધમકીભર્યા સંદેશા મોકલી શકતા નથી.
  4. આ રિકવરી એજન્ટો ગ્રાહકોને અનામી અથવા ખોટા નામ આપીને કૉલ કરી શકતા નથી.
  5. એટલું જ નહીં, આ એજન્ટો ગ્રાહકોને સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા પછી ફોન કરી શકતા નથી.

ડિજિટલ લોન કંપનીઓ માટે પણ માર્ગદર્શિકા છે.

દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ ડિજિટલ લોન આપતી કંપનીઓ માટે લોન રિકવરી અંગેના નિયમો પણ નક્કી કર્યા છે.

  1. ડિજિટલ લોન કંપનીઓએ ગ્રાહકને લોન આપતી વખતે તેમના રિકવરી એજન્ટ્સની પેનલ વિશે માહિતી આપવી પડશે.
  2. માત્ર જાહેર અને નિમણુંક પામેલા સત્તાવાર એજન્ટો ગ્રાહકનો સંપર્ક કરી શકે છે.
  3. લોન ડિફોલ્ટના કિસ્સામાં, ડિજિટલ લોન કંપનીઓએ ગ્રાહકોને તેમના રિકવરી એજન્ટ વિશે અગાઉથી જાણ કરવી પડશે જે તેમનો સંપર્ક કરશે.
  4. રિકવરી એજન્ટ ગ્રાહકનો સંપર્ક કરી શકે તે પહેલા ડિજિટલ લોન કંપનીઓએ SMS અથવા ઈમેલ દ્વારા અગાઉથી જાણ કરવી પડશે.
  5. ધાકધમકી કે ભય ફેલાવવાના કિસ્સામાં ફરિયાદ દાખલ થશે

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
g clip-path="url(#clip0_868_265)">