લાલા…રિસ્ક હૈ તો ઈશ્ક હૈ! એફડી નહીં હવે શેર બજારમાં વધુ રોકાણ કરી રહ્યા છે ભારતીયો- વાંચી લો RBI નો આ રિપોર્ટ
એક સમય હતો જ્યારે મોટાભાગના ભારતીયો એફડી ની અલગ અલગ સ્કીમમાં રોકાણ કરતા હતા. પરંતુ હવે ભારતીયોનો મૂડ બદલાયો છે અને રોકાણની પદ્ધતિ પણ. હવે લોકો એફડીના બદલે શેર માર્કેટમાં વધુ રોકાણ કરી રહ્યા છે.

વર્ષ 2020માં આવેલી વેબસિરીઝના મુખ્ય કિરદાર હર્ષદ મહેતા (પ્રતિક ગાંધી) નો એક ડાયલોગ બહુ ફેમસ થયો હતો. “Laalaa, Risk Hai to Ishq Hai !” આવુ જ કંઈક ભારતીયોની સાથે થઈ રહ્યુ છે. એ એટલા માટે કારણ કે હવે ભારતીયોએ રોકાણની સ્ટીરિયોટાઈપ પદ્ધતિ છોડીને શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે. રિઝર્વ બેંક (RBI) ના એક રિપોર્ટ મુજબ હવે શેર માર્કેટમાં વધુ રોકાણ કરે છે.
હાલના સમયમાં બેંક કરતા લોકોને શેર માર્કેટમાં રિટર્ન વધુ મળવાની આશા છે. જો કે પૈસા ડૂબી પણ શકે છે. આથી તેમા રિસ્ક તો ઘણુ છે પરંતુ જો તમને વધુ રિટર્ન જોઈએ છે તો રિસ્ક તો લઈ જ શકો છો. ભારતીયો હવે વધુ રિટર્ન માટે આ રિસ્ક લેતા થયા છે. નાણાકીય વર્ષ 2012માં લોકો તેમની કૂલ બચતનો 57.9% હિસ્સો બેંક જમા (FD કે સેવિંગ) માં રાખતા હતા. જે નાણાકીય વર્ષ 2025થી ઘટીને 35.2% રહી ગયો છે. તેનાથી જ સાબિત થાય છે કે લોકો હવે શેર બજાર જેવા રોકાણના વિકલ્પોમાં પૈસા રોકવામાં બિલકુલ અચકાતા નથી. ભલે તેમા થોડુ જોખમ હોય.
શેરબજારનો હિસ્સો કેટલો છે?
રિઝર્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, કુલ ઘરગથ્થુ નાણાકીય સંપત્તિમાં શેર અને રોકાણ ભંડોળનો હિસ્સો માર્ચ 2025 સુધીમાં વધીને 23% થયો છે. છ વર્ષ પહેલાં, તે 15.7% હતો.
શેરબજારમાં આમ લોકોની હિસ્સો નાણાકીય વર્ષ 2014 માં 8% કરતા ઓછો હતો તે સપ્ટેમ્બર 2025 ના અંત સુધીમાં વધીને આશરે 9.6% પહોંચી ગયો છે.
આ જ સમયગાળા દરમિયાન પરોક્ષ હિસ્સો (મ્યુચ્યુઅલ ફંડ દ્વારા) લગભગ ત્રણ ગણો વધીને 9.2% થયો છે.
વાર્ષિક ઘરગથ્થુ નાણાકીય બચતમાં શેર અને મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો નાણાકીય વર્ષ 2012 માં આશરે 2% થી વધીને નાણાકીય વર્ષ 2025 માં 15.2% થી વધુ થયો છે.
નાણાકીય વર્ષ 2014 માં જનતાનું કુલ ઇક્વિટી હોલ્ડિંગ માત્ર ₹8 લાખ કરોડ હતું, જે સપ્ટેમ્બર 2025 સુધીમાં વધીને આશરે ₹84 લાખ કરોડ થયું છે. નાણાકીય વર્ષ 2022 માં, બેંકોમાં બચત થાપણોનો હિસ્સો 31.95% ના સર્વકાલીન નીચા સ્તરે આવી ગયો છે.
શું લોકો બેંક છોડી રહ્યા છે?
આર્થિક સર્વે મુજબ, બેંક થાપણોમાં આ ઘટાડો એ સૂચવતો નથી કે લોકોએ બેંકોને છોડી દીધી છે. તેના બદલે, પરંપરાગત પદ્ધતિઓને સંપૂર્ણપણે છોડી દેવાને બદલે, લોકોએ તેમની હાલની બચતમાં શેરબજાર ઉમેર્યું છે. હાલમાં, લોકો ઓછા જોખમવાળા બોન્ડ પ્રોડક્ટ્સમાં ઓછું રોકાણ કરી રહ્યા છે.
