શું તમારી EMI અને વ્યાજદરમાં ઘટાડો થશે? એપ્રિલના પ્રથમ સપ્તાહમાં મળી શકે છે ખુશખબર

|

Mar 28, 2024 | 8:08 AM

અર્થશાસ્ત્રીઓ સહિત તમામ નિષ્ણાતો ભારતીય રિઝર્વ બેંકની આગામી RBI MPC Meeting પર નજર રાખી રહ્યા છે. દેશમાં મોંઘવારી હજુ પણ આરબીઆઈના ટાર્ગેટના ઉપરના બેન્ડમાં છે. તેથી આ વખતે પણ રેપો રેટમાં કોઈ કાપની અપેક્ષા નથી. પરંતુ સારી વાત એ છે કે તેમાં વધારો થવાની શક્યતા ઓછી છે.

શું તમારી EMI અને વ્યાજદરમાં ઘટાડો થશે? એપ્રિલના પ્રથમ સપ્તાહમાં મળી શકે છે ખુશખબર

Follow us on

અર્થશાસ્ત્રીઓ સહિત તમામ નિષ્ણાતો ભારતીય રિઝર્વ બેંકની આગામી RBI MPC Meeting પર નજર રાખી રહ્યા છે. દેશમાં મોંઘવારી હજુ પણ આરબીઆઈના ટાર્ગેટના ઉપરના બેન્ડમાં છે. તેથી આ વખતે પણ રેપો રેટમાં કોઈ કાપની અપેક્ષા નથી. પરંતુ સારી વાત એ છે કે તેમાં વધારો થવાની શક્યતા ઓછી છે.

રેપો રેટ 6.50 ટકા રહેવાનો અંદાજ

રોઇટર્સના પોલ મુજબ આરબીઆઈ જુલાઈ સુધી તેના રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે તેવી અપેક્ષા છે. આરબીઆઈની આગામી બે મોનેટરી પોલિસી બેઠકો આ વર્ષે એપ્રિલ અને જૂનમાં યોજાવાની છે. સર્વેમાં સામેલ 56 અર્થશાસ્ત્રીઓમાંથી મોટાભાગના માને છે કે મજબૂત વૃદ્ધિ અને ઊંચા ફુગાવાના કારણે આરબીઆઈ જુલાઈ સુધી વર્તમાન દર 6.50 ટકા જાળવી શકે છે.

આગામી MPC બેઠક 3 થી 5 એપ્રિલ દરમિયાન યોજાશે

જોકે, અર્થશાસ્ત્રીઓ આરબીઆઈના રેપો રેટ કટ અંગે સર્વસંમતિ સુધી પહોંચી શક્યા નથી. 56 માંથી 9 એ આગામી ક્વાર્ટરમાં, 24 એ ત્રીજા ક્વાર્ટરમાં, 17 ચોથા ક્વાર્ટરમાં અને બાકીના પછીથી તેની અપેક્ષા રાખી છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

સરેરાશ આગાહી મુજબ રેપો રેટ સપ્ટેમ્બરના અંત સુધીમાં 6.25% અને આ વર્ષના અંત સુધીમાં 6.00% સુધી પહોંચવાની સંભાવના છે. RBI મોનેટરી પોલિસી કમિટીની આગામી બેઠક 3 થી 5 એપ્રિલની વચ્ચે યોજાશે. અગાઉ તેની છેલ્લી MPC બેઠકમાં ફેબ્રુઆરીમાં RBIએ સતત છઠ્ઠી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે

ભારતીય અર્થવ્યવસ્થાએ 2023 ના ચોથા ક્વાર્ટરમાં 8.4% ની પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવી છે, જે મુખ્ય અર્થતંત્રોમાં શ્રેષ્ઠ છે. જો કે, ફુગાવો હજુ પણ આરબીઆઈના 2%-6% ટાર્ગેટના ઉપલા બેન્ડની નજીક છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના મુખ્ય અર્થશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રા હરમેને જણાવ્યું હતું કે ચોથા ક્વાર્ટર પછી ઉત્તમ જીડીપી અને ફુગાવો 5%થી ઉપર રહેવાને કારણે આરબીઆઈ ટૂંક સમયમાં રેપો રેટમાં ઘટાડો કરવાનું વિચારી શકે છે. મતદાન અનુસાર ફેબ્રુઆરીમાં ફુગાવો 5.09% હતો, જે ત્રીજા ક્વાર્ટરમાં ઘટીને 4.00% થવાની ધારણા છે.

નવા નાણાકીય વર્ષનું  MPC મીટિંગનું શેડ્યૂલ

RBI દ્વારા નક્કી કરવામાં આવેલ MPC મીટિંગના શેડ્યૂલ મુજબ પ્રથમ મીટિંગ 3જી થી 5મી એપ્રિલ વચ્ચે યોજાશે. તમારી EMI સંબંધિત નિર્ણય એટલે કે રેપો રેટમાં ઘટાડો અથવા વધારો આ દિવસે લેવામાં આવશે. RBI દેશમાં ફુગાવાને નિયંત્રિત કરવા માટે નાણાકીય નીતિની મદદ લે છે જેનો ઉપયોગ દેશમાં રોકડ પ્રવાહ જાળવવા માટે થાય છે.

એપ્રિલ પછી નાણાકીય નીતિ સમિતિની આગામી બેઠક 5 થી 7 જૂન દરમિયાન યોજાશે. આ પછી આ બેઠક 6 થી 8 ઓગસ્ટ, 7 થી 9 ઓક્ટોબર અને 4 થી 6 ડિસેમ્બરે યોજાશે. આ નાણાકીય વર્ષની છેલ્લી બેઠક ફેબ્રુઆરી 2025માં 5 થી 7 દરમિયાન યોજાશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article