AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ એક્ટિવેશન સંબંધિત કેટલીક જોગવાઈઓમાં રાહત, RBIએ 3 મહિના વધારી સમયમર્યાદા

આ 3 જોગવાઈઓમાં ક્રેડિટ કાર્ડને સક્રિય કરવા માટે OTP આધારિત સંમતિ, ક્રેડિટ લાઈન અને ચુકવણી ન કરવામાં આવેલા શુલ્ક સંબંધિત જોગવાઈઓ શામેલ છે, આરબીઆઈએ (RBI) ફિનટેક કંપનીઓને કોઈ રાહત આપી નથી.

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ એક્ટિવેશન સંબંધિત કેટલીક જોગવાઈઓમાં રાહત, RBIએ 3 મહિના વધારી સમયમર્યાદા
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 7:42 PM
Share

રિઝર્વ બેંકે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ (Credit and Debit Card) સહિત કો-બ્રાન્ડિંગ કાર્ડને સક્રિય કરવા સંબંધિત જોગવાઈઓમાં રાહત આપી છે. કેન્દ્રીય બેંકે 30 જૂન 2022 પછી 3 મહિના માટે ત્રણ જોગવાઈઓ વધારવાની મંજૂરી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક પક્ષો દ્વારા વિનંતી મળ્યા બાદ ઑક્ટોબર 2022ના કાર્ડ્સ પર માસ્ટર ડિરેક્શનમાં આપવામાં આવેલી કેટલીક જોગવાઈઓને લાગુ કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી રહી છે. આ 3 જોગવાઈઓમાં ક્રેડિટ કાર્ડને સક્રિય કરવા માટે OTP આધારિત સંમતિ, ક્રેડિટ લાઈન અને ચુકવણી ન કરવામાં આવેલા શુલ્ક સંબંધિત જોગવાઈઓ સામેલ છે, આરબીઆઈએ (RBI) ફિનટેક કંપનીઓને કોઈ રાહત આપી નથી. જોકે રિઝર્વ બેંકે ફિનટેક કંપનીઓને કોઈ રાહત આપી નથી. તે જ સમયે IBAએ ફેરફારોને લાગુ કરવા માટે 6 મહિનાનો સમય માંગ્યો હતો. પરંતુ રિઝર્વ બેંકે માત્ર 3 જોગવાઈઓમાં 3 મહિનાનો સમય આપ્યો છે.

ફિનટેક કંપનીઓને રાહત મળી નથી

ઉદ્યોગોની વિનંતી બાદ રિઝર્વ બેંકે કેટલીક જોગવાઈઓ માટે સમયમર્યાદા લંબાવી છે. જોકે, ફિનટેક કંપનીઓના બિઝનેસને અસર કરતી જોગવાઈઓ પર કોઈ રાહત નથી. માસ્ટર ડિરેક્શન હેઠળ, અમુક જોગવાઈઓએ ક્રોસ-બ્રાન્ડિંગ હેઠળ ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડ્સના માર્કેટિંગ અને વિતરણમાં રોકાયેલી કંપનીઓ પર મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. આના કારણે OneCard, PayU જેવી કાર્ડ જાહેર કરતી ફિનટેકના બિઝનેસ પર અસર થવાની સંભાવના છે. ફેરફારો મુજબ કો-બ્રાન્ડિંગ પાર્ટનર કાર્ડ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો વિશેની માહિતીને ઍક્સેસ કરી શકશે નહીં. મની કંટ્રોલના સમાચાર અનુસાર આ નિયમ ફિનટેક કંપનીઓના બિઝનેસ કરવાની રીતને અસર કરી શકે છે અને ફિનટેક કંપનીઓ તેમની ભાગીદાર બેંકો જેવી કે RBL અને ફેડરલ બેંક વગેરે સાથે તેમના બિઝનેસ મોડલને બદલવાની યોજના બનાવી રહી છે.

રિઝર્વ બેંકની રાહત શું છે

રિઝર્વ બેંકે આ ત્રણ જોગવાઈઓ પર સમયમર્યાદા લંબાવી છે. પ્રથમ જોગવાઈ મુજબ માસ્ટર ડાયરેક્શન મુજબ કાર્ડ જાહેર કરતી બેંક સંસ્થાએ એ સ્થિતિમાં કાર્ડને સક્રિય કરવા માટે વન ટાઈમ પાસવર્ડ માંગવો પડશે. જ્યારે તે કાર્ડ ઈશ્યૂ થયાની તારીખથી 30 દિવસની અંદર ગ્રાહક દ્વારા પોતે એક્ટિવેટ કરવામાં આવ્યું નથી. જો ગ્રાહક પાસેથી વન ટાઈમ પાસવર્ડ આધારિત મંજૂરી ન મળે તો કાર્ડ રજૂકર્તાએ 7 દિવસની અંદર ક્રેડિટ કાર્ડ ખાતું બંધ કરવું પડશે અને તે તેના માટે ગ્રાહક પર કોઈ ચાર્જ વસૂલી શકશે નહીં. એટલે કે, બેંકો અને NBFCs ગ્રાહકની મંજૂરી વિના તેમની મરજીથી કાર્ડને સક્રિય કરી શકશે નહી.

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">