AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBIનું વિદેશી મુદ્રા ભંડાર આ સપ્તાહે ઘટ્યું, 2.47 અરબ ડોલર ઘટીને 616.895 અરબ ડોલર પહોંચ્યું

આ અઠવાડિયે વિદેશી મુદ્રા ભંડારમાં 2.47 અરબનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પછી રિઝર્વ બેંકનું વિદેશી મુદ્રા ભંડાર 616.895 અરબ ડોલર રહ્યું હતું. FCAમાં પણ 3.365 અરબ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો.

RBIનું વિદેશી મુદ્રા ભંડાર આ સપ્તાહે ઘટ્યું, 2.47 અરબ ડોલર ઘટીને 616.895 અરબ ડોલર પહોંચ્યું
વિદેશી ચલણની સંપત્તિમાં મોટો ઘટાડો.
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 11:53 PM
Share

Foreign Exchange Reserves: દેશનું વિદેશી મુદ્રા ભંડાર 20 ઓગસ્ટ, 2021ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં 2.47 અરબ ડોલર ઘટીને 616.895 અરબ ડોલર થયું છે. ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે તેના તાજેતરના ડેટામાં જણાવ્યું હતું કે આ ઘટાડાનું કારણ વિદેશી ચલણની સંપત્તિમાં થયેલો ઘટાડો છે.

અગાઉ 13 ઓગસ્ટ, 2021ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 2.099 અરબ ડોલર ઘટીને $ 619.365 અરબ ડોલર થયું હતું. જ્યારે 6 ઓગસ્ટ, 2021ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 621.464 અરબ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયુ હતુ.

રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી ચલણ અસ્કયામતો (FCA)માં ઘટાડો છે, જે એકંદર અનામતનો મુખ્ય ઘટક છે. આ સમયગાળા દરમિયાન FCA 3.365 અરબ ડોલર ઘટીને 573.009 અરબ ડોલર થયું.

ડોલરની દ્રષ્ટીએ ગણતરીમાં લેવાતી વિદેશી મુદ્રા સંપતિઓમાં વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી બીજી વિદેશી મુદ્રાઓના મુલ્યમાં વૃદ્ધિ અથવા ઘટાડો પણ વિદેશી મુદ્રાના ઘટાડા અથવા વધારાને અસર કરે છે.

આઇએમએફ (IMF) પાસે 5 બિલીયન ડોલર જમા 

ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન સોનાનો ભંડાર 91.3 કરોડ ડોલર વધીને  37.249 અરબ ડોલર થયો છે. તે જ સમયે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસે ઉપલબ્ધ સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR)  30 લાખ ડોલર ઘટીને  1.541 અરબ ડોલર થયુ હતું. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન આઈએમએફ પાસે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 1.5 કરોડ ડોલર ઘટીને  5.096 અરબ ડોલર થયું છે.

અર્થતંત્ર આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

ભારતીય અર્થતંત્ર માટે વિદેશી મુદ્રા ભંડાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સતત તેના નાણાંકીય ભંડોળમાં શેરબજારમાં આવતા નાણાં અને એફડીઆઈ જમા કરી રહી છે. કોરોના સંકટ વચ્ચે દેશની અર્થવ્યવસ્થા માટે આ જરૂરી છે.

જો આરબીઆઈ પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળ છે તો ક્રેડિટ રેટિંગ પર સકારાત્મક અસર પડશે અને તેનાથી રોકાણકારોની ધારણા પણ મજબૂત થશે. ભારતીય અર્થતંત્ર હાલમાં રોકાણકારોનું ખુલ્લા હાથથી સ્વાગત કરી રહ્યું છે.

આયાત માટે જરૂરી છે વિદેશી મુદ્રા ભંડાર

હાલમાં ભારત 15 મહિના માટે આયાત કરવા સક્ષમ છે. જાપાન પાસે 22 મહિનાનો અનામત છે. ભારત પાસે ચીન, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ અને રશિયા પછી સૌથી વધુ વિદેશી મુદ્રા ભંડાર છે. સ્વિટ્ઝરલેન્ડમાં 39 મહિના સુધી આયાત કરવાની ક્ષમતા છે. આર્થિક નિષ્ણાતો કહે છે કે જ્યારે દેશની અર્થવ્યવસ્થા કોરોના સંકટમાંથી બહાર આવશે, ત્યારે આયાત વધશે અને તે સમય માટે આ ભંડોળ ખૂબ મહત્વનું છે.

આ પણ વાંચો :  રૂપિયો 10 સપ્તાહની ઉંચી સપાટીએ, ડોલરના મુકાબલે 53 પૈસાનો મોટો ઉછાળો

g clip-path="url(#clip0_868_265)">