રૂપિયો 10 સપ્તાહની ઉંચી સપાટીએ, ડોલરના મુકાબલે 53 પૈસાનો મોટો ઉછાળો

Dollar vs Rupees: આજે ડોલર સામે રૂપિયામાં 53 પૈસાનો ભારે ઉછાળો જોવા મળ્યો હતો અને તે 16 જૂન પછીના સર્વોચ્ચ સ્તર પર બંધ થયો હતો. 16 એપ્રિલ 2021 પછી દૈનિક ધોરણે રૂપિયામાં આ સૌથી મોટો ઉછાળો છે.

રૂપિયો 10 સપ્તાહની ઉંચી સપાટીએ, ડોલરના મુકાબલે 53 પૈસાનો મોટો ઉછાળો
રૂપિયો 73.69 ના સ્તર પર બંધ થયો.

યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના સંબોધન પહેલા સ્થાનિક શેરબજારમાં તેજીના પગલે વિદેશી મુદ્રા વિનીમય બજારમાં શુક્રવારે રૂપિયો 53 પૈસા વધીને ડોલર સામે 73.69 (પ્રોવિઝનલ) પર બંધ થયો હતો. આજે રૂપિયો 10 સપ્તાહના ટોચના સ્તર પર બંધ થયો છે. રૂપિયાનું 16 જૂન પછી સૌથી મજબૂત ક્લોઝીંગ છે.

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં વેપારની શરૂઆતમાં રૂપિયો 74.17 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન 73.69 થી 74.20 રૂપિયાની રેન્જમાં ફર્યા બાદ છેલ્લે તે ગત દિવસના બંધ ભાવ કરતા 53 પૈસાના ઉંચા સ્તર પર રહીને 73.69 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો. સાપ્તાહિક ધોરણે, રૂપિયો 70 પૈસા વધ્યો હતો. રોજિંદા ધોરણે 16 એપ્રિલ પછી આ સૌથી મોટો ઉછાળો છે.

16 એપ્રિલ પછીનો એક દિવસનો સૌથી મોટો ઉછાળો

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરોનો ઈન્ડેક્સ 175.62 પોઈન્ટની તેજી સાથે  56,124.72 પોઈન્ટની સાથે ઓલટાઈમ હાઈ પર બંધ થયો. એચડીએફસી સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે,  “સાંજે જેક્સન હોલ કોન્ફરન્સ પહેલાં વિદેશી મુદ્રાનો પ્રવાહ વધવાથી અને મહિનાના અંતમાં ફરીથી સંતુલન સ્થપાવાને કારણે  16 એપ્રિલ, 2021 પછી ભારતીય રૂપિયામાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો.’’

ડોલર ઇન્ડેક્સમાં જોવા મળ્યો નજીવો ઘટાડો 

ડોલર ઇન્ડેક્સ સાંજે 6 વાગ્યે 0.076 ટકા ઘટીને 93.002 સ્તર પર હતો. આ ઇન્ડેક્સ વિશ્વની છ મુખ્ય કરન્સી સામે રૂપિયાની મજબૂતાઈ દર્શાવે છે. અમેરિકી બોન્ડ યીલ્ડ આ સમયમાં ફ્લેટ છે. તે ગઈકાલના સ્તરે 1.344 ટકાના સ્તરે હતો. ક્રૂડ ઓઇલ 1.91 ટકાના વધારા સાથે 71.52 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું.

શેરબજારની સ્થિતિ

શેરબજારના આંકડા મુજબ, આ દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડી બજારમાં શુદ્ધ વેચાણકાર રહ્યા. અને તેમણે ગુરુવારે 1,974.48 કરોડ રૂપિયાના શેરનું શુદ્ધ રીતે વેચાણ કર્યું. સેન્સેક્સ આજે 175 પોઈન્ટના વધારા સાથે 56124 ના સ્તર પર અને નિફ્ટી 68 પોઈન્ટના વધારા સાથે 16705 ના સ્તર પર બંધ થયા હતા.

આજે, રોકાણકારોની સંપત્તિમાં 1.80 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે. સાપ્તાહિક ધોરણે, આ અઠવાડિયે સેન્સેક્સમાં 1.24 ટકા તેજી જોવા મળી હતી , જ્યારે નિફ્ટીમાં પણ 1.55 ટકાનો વધારો થયો હતો. આ અઠવાડિયે રોકાણકારો કુલ 5.63 લાખ કરોડ રૂપિયાથી માલામાલ થયા છે.

આ પણ વાંચો :  Multibagger Stock 2021 : પોણા બે રૂપિયાના શેરે એક વર્ષમાં આપ્યું 1,964% રિટર્ન , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર શેર વિશે વિગતવાર

આ પણ વાંચો :  PF ખાતા સંબંધિત અગત્યના સમાચાર , EPFO નિયમોમાં કરી રહ્યું છે જરૂરી ફેરફાર , તમે ખાતાની વિગતો અપડેટ કરી કે નહિ ?

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati