ટેકનોલોજી સેક્ટરમાં ભારતને આગળ વધારવા માટે પંચવર્ષીય વ્યૂહાત્મક યોજના લાવશે સરકાર: રાજીવ ચંદ્રશેખર

આ ભાગીદારી ફક્ત તેમના માટે વ્યવસાય વધારવા માટે જ મર્યાદિત નહીં રહે, પરંતુ ભવિષ્યના ટેકનિકલ વિકાસ જેમ કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, કૃત્રિમ બુદ્ધિ, સાયબર સુરક્ષા અને સેમિકન્ડક્ટર્સ માટે પણ હશે.

ટેકનોલોજી સેક્ટરમાં ભારતને આગળ વધારવા માટે પંચવર્ષીય વ્યૂહાત્મક યોજના લાવશે સરકાર: રાજીવ ચંદ્રશેખર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 11:52 PM

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી (Minister of State for Electronics and IT) રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકાર ટેક્નોલોજી ક્ષેત્રે ભારતને મહત્વપૂર્ણ દેશ બનાવવા માટે પાંચ વર્ષની વ્યૂહાત્મક યોજના લાવવાનું વિચારી રહી છે. મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર મંત્રીએ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરશે.

આ ભાગીદારી ફક્ત તેમના માટે વ્યવસાય વધારવા માટે જ મર્યાદિત નહીં રહે, પરંતુ ભવિષ્યના ટેકનિકલ વિકાસ જેમ કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, કૃત્રિમ બુદ્ધિ, સાયબર સુરક્ષા અને સેમિકન્ડક્ટર્સ માટે પણ હશે. તેમણે ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈ (Confederation of Indian Industry) દ્વારા આયોજિત ટેકનોલોજી સંમેલનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલાક ગંભીર લક્ષ્યો નક્કી કર્યા છે અને તેઓ ઈચ્છે છે કે ટેકનોલોજી ક્ષેત્રે ભારત એક મહત્વનો દેશ બને.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અમે ટૂંક સમયમાં પંચવર્ષીય વ્યૂહાત્મક અભિગમ યોજના રજૂ કરવા જઈ રહ્યા છીએ. તે આ મહત્વાકાંક્ષાઓને સાકાર કરવા માટે વિકસાવવામાં આવનારી યોગ્યતા અને ક્ષમતાઓની વિગત રજુ કરશે.

કોવિડ -19 મહામારીમાં પણ મજબૂત રહેવામાં મળી મદદ 

મંત્રીએ કહ્યું કે છેલ્લા છ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા અને જાહેર સેવાઓને ડિજિટલાઈઝ કરવા માટે મહાન પ્રયાસો કરવામાં આવ્યા છે. આનાથી દેશને કોવિડ -19 મહામારી દરમિયાન મજબૂત રહેવામાં મદદ મળી. તેમણે કહ્યું કે ટેકનોલોજી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ દેશ તરીકે ઉભરી આવવા માટે એક રૂપરેખા તૈયાર કરવા માટે સરકાર તમામ પ્રકારના સલાહ -સૂચનો માટે તૈયાર છે.

ડીજીટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા પુરુ થશે પીએમ મોદીનું આ સ્વપ્ન

ડિજિટલ પરિવર્તન ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવામાં અને આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 2024-25 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાને (Indian Economy) 5,000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ઉર્જા વ્યવસ્થાપન અને ઓટોમેશનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં અગ્રેસર શ્નાઈડર ઈલેક્ટ્રીકે મંગળવારે ‘ઈનોવેશન સમિટ ઈન્ડિયા 2021’ની શરૂઆત કરી.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ખળભળાટ! નવા પ્રવક્તાની નિમણુક બાદ 10 વર્ષ સુધી પ્રવક્તા રહેલા સચિન સાવંત નારાજ, સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું

g clip-path="url(#clip0_868_265)">