Railways Alert : ટ્રેનમાં આ સામાન સાથે મુસાફરી કરશો નહીં, નહીંતર જેલના સળિયા ગણવાનો વારો આવશે

ભારતીય રેલ્વેએ એક ટ્વિટમાં કહ્યું છે કે જો કોઈ મુસાફર ફટાકડા, પેટ્રોલ-ડીઝલ અથવા અન્ય જ્વલનશીલ સામગ્રી સાથે ટ્રેનમાં મુસાફરી કરે છે, તો તેને સજાપાત્ર ગુનો ગણવામાં આવશે. રેલ્વેએ કહ્યું કે ટ્રેનમાં ફટાકડા લઈ જવું એ મુસાફરોના જીવ જોખમમાં મૂકવા જેવું છે

Railways Alert : ટ્રેનમાં આ સામાન સાથે મુસાફરી કરશો નહીં, નહીંતર જેલના સળિયા ગણવાનો વારો આવશે
Indian Railways published the guidelines
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2022 | 6:48 AM

તહેવારોની સિઝન(Festive season)માં મુસાફરો માટે ભારતીય રેલ્વે(Indian Railways)એ માર્ગદર્શિકા જાહેર કરી છે. દિવાળી અને છઠનો તહેવાર આવવાનો છે, અને મોટાભાગના લોકો ભારતીય રેલ્વે દ્વારા મુસાફરી કરવાનું આયોજન કરશે. આ સ્થિતિમાં ઘણી વખત ભૂલથી પણ ટ્રેનમાં મુસાફરી માટે એવો સમાન ન લો જેના કારણે તમારે દંડ અને જેલ બંનેનો સામનો કરવો પડી શકે છે. આ માટે તમારે સાવચેત અને સતર્ક રહેવાની જરૂર પડશે. ભારતીય રેલ્વેએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. પશ્ચિમ રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે ટ્રેનોમાં ફટાકડા ફોડીને તમે જીવનું જોખમ ઉઠાવો છો! ટ્રેનમાં જ્વલનશીલ અને વિસ્ફોટક વસ્તુઓ લઈ જવી એ સજાપાત્ર ગુનો છે.

દેશમાં દિવાળીનો મોટો તહેવાર આવી રહ્યો છે. દેશના અનેક શહેરોમાં કામ કરતા લાખો લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં ઘરે પરત ફરવા જઈ રહ્યા છે. મોટાભાગના લોકો લાંબી મુસાફરી માટે ભારતીય રેલ્વેનો ઉપયોગ કરે છે.

પ્રતિબંધિત ઉત્પાદનોની યાદી જાહેર કરાઈ

તમને જણાવી દઈએ કે દિવાળીના તહેવારોને લઈને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ ઘણા નવા નિયમો બનાવ્યા છે. આ દરમિયાન ટ્રેનોમાં ભીડ નોંધપાત્ર રીતે વધી જશે. રેલ્વેએ સ્પષ્ટપણે કહ્યું છે કે ટ્રેનની મુસાફરી દરમિયાન મુસાફરો પોતાની સાથે કોઈપણ જ્વલનશીલ સામગ્રી લઈ જશે નહીં. આ માટે પ્રતિબંધિત ઉત્પાદનોની યાદી પણ જારી કરવામાં આવી છે. જો કોઈ મુસાફર આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેને જેલ પણ ભોગવવી પડી શકે છે.

આ ઉત્પાદન પર પ્રતિબંધ

ભારતીય રેલ્વેએ એક ટ્વિટમાં કહ્યું છે કે જો કોઈ મુસાફર ફટાકડા, પેટ્રોલ-ડીઝલ અથવા અન્ય જ્વલનશીલ સામગ્રી સાથે ટ્રેનમાં મુસાફરી કરે છે, તો તેને સજાપાત્ર ગુનો ગણવામાં આવશે. રેલ્વેએ કહ્યું કે ટ્રેનમાં ફટાકડા લઈ જવું એ મુસાફરોના જીવ જોખમમાં મૂકવા જેવું છે અને આવું કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય ટ્રેનમાં સ્ટવ અને ગેસ લઈ જવા પર પણ પ્રતિબંધ છે.

અન્યથા દંડ અને જેલ થશે

રેલ્વે એક્ટ 1989ની કલમ 164 અને 165 હેઠળ, જો કોઈ મુસાફર ફટાકડા, સ્ટવ, ગેસ, પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થો સાથે ટ્રેનમાં મુસાફરી કરતા પકડાય છે તો તેને 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. મુસાફરને 3 વર્ષની જેલ પણ થઈ શકે છે. રેલવે આવા મુસાફરો પર દંડ અને જેલની કાર્યવાહી એક સાથે કરી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">