Bullet Train Video: રેલ્વે મંત્રીએ બતાવ્યો ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે બનાવેલો ખાસ ટ્રેક, જાણો કેટલી સ્પીડે દોડશે ટ્રેન

|

Mar 28, 2024 | 7:52 PM

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ ટ્રેક પર સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હશે. જેમાંથી 153 કિલોમીટર વાયડક્ટનું કામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત 295.5 કિમીનું પીયર વર્ક પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવા જઈ રહી છે.

Bullet Train Video: રેલ્વે મંત્રીએ બતાવ્યો ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે બનાવેલો ખાસ ટ્રેક, જાણો કેટલી સ્પીડે દોડશે ટ્રેન

Follow us on

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવી રહેલા ખાસ પ્રકારના ટ્રેકની પ્રથમ ઝલક બતાવી છે. તેણે તેમના એક્સ હેન્ડલ પરથી આને લગતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે દેશના પ્રથમ બેલાસ્ટલેસ ટ્રેકની વિશેષતાઓ સમજાવી હતી. ગુજરાતના અમદાવાદ અને મહારાષ્ટ્રના મુંબઈ વચ્ચે બની રહેલા આ ટ્રેક વિશે વિગતવાર માહિતી વીડિયોમાં આપવામાં આવી છે. આ ઉપરાંત બુલેટ ટ્રેન દોડવાના દ્રશ્યો પણ એનિમેટેડ રીતે સામેલ કરવામાં આવ્યા છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ બનેલા આ ટ્રેક બેલાસ્ટલેસ છે, એટલે કે એવા ટ્રેક, જેને હાઈ-સ્પીડ ટ્રેનોના વજનને સહન કરવા માટે ટ્રેકમાં કાંકરી અને કોંક્રીટના ખૂણાની જરૂર પડતી નથી. વૈષ્ણવે જણાવ્યું કે આ ટ્રેક પર સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હશે. જેમાંથી 153 કિલોમીટર વાયડક્ટનું કામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત 295.5 કિમીનું પીયર વર્ક પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

વીડિયોમાં શું છે?

વીડિયો બતાવે છે કે આ વિશિષ્ટ્ર ટ્રેક સિસ્ટમ – જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેક સિસ્ટમ મુખ્યત્વે ચાર ભાગો ધરાવે છે. આરસી ટ્રેક બેડ એ વાયા ડક્ટની ઉપર સિમેન્ટ-ડામર અને મોર્ટારનો એક સ્તર છે, જેમાં પ્રી-કાસ્ટ સ્લેબ અને ફાસ્ટનર્સ સાથેની રેલ્સ છે.

 

 

વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં બે જગ્યાએ પ્રી-કાસ્ટ આરસી ટ્રેક સ્લેબ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના આણંદ અને કીમમાં. લગભગ 35 હજાર મેટ્રિક ટન રેલ આવી ચુકી છે. બાંધકામની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજના માટે દેશની સૌપ્રથમ લાંબી સુરંગ અને બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય થયુ શરૂ- જુઓ નિર્માણની તસવીરો

Next Article