હવે દર મહિને 1 કરોડ ઘરોને મળશે 300 યુનિટ મફત વીજળી…PM સૂર્ય ઘર યોજનાની શરૂઆત

|

Feb 13, 2024 | 9:11 PM

કેન્દ્ર સરકારે PM સૂર્ય ઘર યોજના શરૂ કરી છે. આ યોજનાનો હેતુ 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો છે. મંગળવારે તેની સત્તાવાર જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટમાં 75,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થશે.

હવે દર મહિને 1 કરોડ ઘરોને મળશે 300 યુનિટ મફત વીજળી...PM સૂર્ય ઘર યોજનાની શરૂઆત
PM Surya Ghar scheme

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 1 કરોડ લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટેની ‘PM સૂર્ય ઘર : મફત વીજળી યોજના’ની શરૂઆતની જાહેરાત કરી હતી. સૌર ઉર્જા અને ટકાઉ પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે PM સૂર્ય ઘર યોજના શરૂ કરી છે.

આ યોજનાનો હેતુ 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો છે. મંગળવારે તેની સત્તાવાર જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટમાં 75,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ યોજનાની શરૂઆત કરતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, રૂપિયા 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો પ્રોજેક્ટ, દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

યુવાનો માટે રોજગારની તકો ઊભી થશે

1 ફેબ્રુઆરી, 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રૂફટોપ સોલર અને મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ યોજના દ્વારા એક કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. જેના થકી એક કરોડ પરિવારો આ સ્કીમ હેથળ વાર્ષિક 15થી 18 હજાર કરોડ રૂપિયાની બચત કરશે અને તેઓ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને વધારાની વીજળી પણ વેચી શકશે.

નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે આનાથી ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચાર્જિંગની સુવિધાઓમાં વધારો થશે. મોટી સંખ્યામાં વિક્રેતાઓ માટે સપ્લાય અને ઇન્સ્ટોલેશન દ્વારા ઉદ્યોગસાહસિક બનવાની તકો ઊભી થશે અને ઉત્પાદન, ઇન્સ્ટોલેશન અને જાળવણીમાં તકનીકી કુશળતા ધરાવતા યુવાનો માટે રોજગારની તકો ઊભી થશે.

આ પણ વાંચો UAE પહોંચતા જ પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત, મોદીએ કહ્યુ “એવુ લાગે છે પોતાના જ ઘરે આવ્યો છું”

Next Article