GOLD : કિંમતી ધાતુના વેપારીઓએ 10 લાખથી વધુના રોકડ વ્યવહારનો રેકોર્ડ રાખવો પડશે

|

Jan 01, 2021 | 9:22 AM

સોના – ચાંદી (GOLD -SILVER) સહીત કિંમતી ધાતુ અને સ્ટોન ડીલર્સે હવે ગ્રાહક સાથેના 10 લાખ કે તેથી વધુના રોકડ વ્યવહારનો રેકોર્ડ રાખવો પડશે. નાણાં મંત્રાલય દ્વારા જારી એક નોટિફિકેશન મુજબ, 20 લાખ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા કિંમતી ધાતુ અને સ્ટોન ડીલર્સે ઉપરાંત રીઅલ એસ્ટેટ એજન્ટોએ આ રેકોર્ડ રાખવો પડશે. નાણાં મંત્રાલયે મની લોન્ડરિંગને રોકવા […]

GOLD :  કિંમતી ધાતુના વેપારીઓએ 10 લાખથી વધુના રોકડ વ્યવહારનો રેકોર્ડ રાખવો પડશે
Gold Rates

Follow us on

સોના – ચાંદી (GOLD -SILVER) સહીત કિંમતી ધાતુ અને સ્ટોન ડીલર્સે હવે ગ્રાહક સાથેના 10 લાખ કે તેથી વધુના રોકડ વ્યવહારનો રેકોર્ડ રાખવો પડશે. નાણાં મંત્રાલય દ્વારા જારી એક નોટિફિકેશન મુજબ, 20 લાખ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા કિંમતી ધાતુ અને સ્ટોન ડીલર્સે ઉપરાંત રીઅલ એસ્ટેટ એજન્ટોએ આ રેકોર્ડ રાખવો પડશે. નાણાં મંત્રાલયે મની લોન્ડરિંગને રોકવા માટે આ પગલું ભર્યું છે.

જૂના લૂપહૉલ દૂર કરવાનાં પગલાં
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 મુજબ રત્ન અને ઝવેરી ક્ષેત્રે KYC , પાન અને આધાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીની રોકડ લેવડદેવડની મંજૂરી છે. નાણાં મંત્રાલયે સિસ્ટમની છટકબારીને દૂર કરવા આ પગલું ભર્યું છે. આ ફેરફાર પછી કિંમતી ધાતુ 10 લાખ રૂપિયાથી ઉપરના તમામ રોકડ વ્યવહારનો રેકોર્ડ જાળવવો પડશે.

CBIC બોર્ડ મોનિટર કરે છે
પ્રિવેશન ઓફ મની લોન્ડરિંગ રૂલ્સ 2005 માં તાજેતરના ફેરફારો પછી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (CBIC)ની રેગ્યુલેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સંદર્ભે, આ બોર્ડને સ્થાવર મિલકત એજન્ટો દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડ્સની પ્રક્રિયા અને જાળવણી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

30 ડિસેમ્બર સુધીમાં 4.73 કરોડ આઇટીઆર ફાઇલ થયા
આવકવેરા વિભાગ અનુસાર નાણાકીય વર્ષ 2019-20 ના 30 ડિસેમ્બર સુધીમાં 4.73 કરોડ આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કરવામાં આવ્યા છે. સરકારે વ્યક્તિગત આઈટીઆરની સમયમર્યાદા 10 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધી છે.

Next Article