AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રુપિયો ગગડતા ખિસ્સા પર પડશે વધારાનો બોજો, જાણો રૂપિયો નબળો પડવાથી અર્થતંત્ર પર શું થશે અસર

બજારના જાણકારોના મતે ડોલરની વધતી માંગને કારણે વર્ષના અંત સુધીમાં રૂપિયામાં નબળાઈ જોવા મળી શકે છે, જોકે વિદેશી રોકાણના વળતરને કારણે નવા વર્ષમાં રૂપિયામાં રિકવરી થવાની સંભાવના છે.

રુપિયો ગગડતા ખિસ્સા પર પડશે વધારાનો બોજો, જાણો રૂપિયો નબળો પડવાથી અર્થતંત્ર પર શું થશે અસર
Indian Rupee
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 6:16 PM
Share

ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આ નબળો રૂપિયો તમારા ખિસ્સા ઉપર પણ ભારે પડશે. ડૉલરનો ( Dollar) ભાવ 75 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ સાથે નવા વર્ષની રજાઓ વિદેશમાં ઉજવવી કે ઈમ્પોર્ટેડ મોબાઈલ ખરીદવો હવે તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. આવો અમે તમને જણાવીએ કે નબળા પડી રહેલા રૂપિયાની આપણા જીવન પર કેવી અસર પડશે.

આ રીતે આખું ગણિત સમજો ધારો કે વિદેશમાં કોઈ વસ્તુની કિંમત $80 છે અને ભારતમાં, આયાત અને અન્ય ડ્યુટી મળીને તેની કિંમત $100 થાય છે. અગાઉ ડોલર 74 રૂપિયાની નજીક હોવાથી અને ભારતમાં તે વસ્તુ ખરીદવા માટે તમારે 7400 રૂપિયા ચૂકવવા પડતા હતા અને હવે ડોલર 75 રૂપિયા હોવાને કારણે તમારે તેના માટે 7500 રૂપિયા ચૂકવવા પડે છે, એટલે કે રૂપિયો નબળો પડે છે. આના કારણે તમારા ખિસ્સામાંથી 100 રૂપિયા વધુ નીકળે છે.

જ્યાં તમારે વધુ ચૂકવણી કરવી પડશે નબળા રૂપિયા પર વિદેશ પ્રવાસ, વિદેશી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરવા અથવા વિદેશથી લેવામાં આવતી અન્ય કોઈપણ સેવાના ખર્ચ પર વધારાની ચૂકવણી કરવી પડે છે. પહેલા ડોલર સસ્તો હોય તો ઓછા પૈસા ચૂકવવા પડતા હતા અને હવે ડોલર મોંઘો થાય તો વધુ પૈસા ચૂકવવા પડે છે. એટલું જ નહીં, ભારત જરૂરિયાતને પહોંચી વળવા માટે પેટ્રોલિયમ પેદાશો, મોબાઈલ ફોન, ખાદ્યતેલ, કઠોળ, સોનું અને ચાંદી, રસાયણો અને ખાતરની મોટી માત્રામાં આયાત કરે છે, એટલે કે રૂપિયો નબળો પડવાને કારણે આ બધું મોંઘું થઈ જાય છે.

રૂપિયાની નબળાઈના ફાયદા પણ છે રૂપિયો નબળો પડવાથી માત્ર ગેરફાયદા જ નથી, પરંતુ કેટલાક ફાયદા પણ છે, જેમ કે નબળો રૂપિયો વિદેશથી આયાત કરવામાં આવતો માલ મોંઘો બનાવે છે. તે જ રીતે, ભારતથી વિદેશમાં જતા માલ માટે પણ સારા પૈસા મળે છે, એટલે કે જેઓ દેશમાંથી માલ કે સેવાઓની નિકાસ કરે છે તેમના માટે નબળો રૂપિયો ફાયદાકારક છે. પાર્ટ્સ, ચા, કોફી, ચોખા, મસાલા, દરિયાઈ ઉત્પાદનો, માંસ જેવી પ્રોડક્ટ્સ ભારતમાંથી મુખ્યત્વે નિકાસ થાય છે અને આ બધાના નિકાસકારોને રૂપિયાના નબળા પડવાના કારણે ફાયદો થશે.

કેવી રહેશે રૂપિયાની દિશા આપણો દેશની અર્થતંત્ર એવી છે કે જેમાં આયાત વધુ અને નિકાસ ઓછી એટલે કે રૂપિયો નબળો પડતા નુકસાન વધુ અને નફો ઓછો. બજારના જાણકારનુ કહેવુ છે કે, કેલેન્ડર વર્ષ પૂરું થઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં વિદેશી રોકાણકારો બજારમાં રોકાણ કરેલા તેમના ડોલર પાછા ખેંચી રહ્યા છે, જેના કારણે ડૉલરની માંગ વધી છે અને રૂપિયો તૂટ્યો છે. જાણકારોના જણાવ્યાનુસાર વર્ષના અંત સુધી રૂપિયામાં ઘટાડો ચાલુ રહી શકે છે, પરંતુ નવા વર્ષની શરૂઆતથી વિદેશી રોકાણકારોનું રોકાણ પરત આવી શકે છે અને રૂપિયામાં રિકવરી થવાની આશા છે.

આ પણ વાંચોઃ

Gold Price Today : આજે 1 તોલા સોનાનો INDIA અને DUBAI માં ભાવ શું છે? જાણો અહેવાલ દ્વારા

Follow Us
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">