Gland Pharmaના IPOને રોકાણકારોનો નબળો પ્રતિસાદ

|

Nov 11, 2020 | 9:54 AM

ફાર્મા ક્ષેત્રના દેશના સૌથી મોટા  IPO  લઈને આવેલ  ગ્લેન્ડ ફાર્માના આઈપીઓને ભારતમાં બહુ સારો પ્રતિસાદ મળ્યો નથી. મંગળવારે બિડિંગના બીજા દિવસે ગ્લેન્ડ ફાર્માના IPOએ 8.6 ટકા સબ્સ્ક્રાઇબ કર્યું છે જેને  કુલ 26.93 લાખ ઇક્વિટી શેરના બિડ મળ્યા છે. IPO 11 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. આ IPOનું કદ 3.02 કરોડ ઇક્વિટી શેર છે. સ્ટોક એક્સચેંજના ડેટા […]

Gland Pharmaના  IPOને રોકાણકારોનો નબળો પ્રતિસાદ

Follow us on

ફાર્મા ક્ષેત્રના દેશના સૌથી મોટા  IPO  લઈને આવેલ  ગ્લેન્ડ ફાર્માના આઈપીઓને ભારતમાં બહુ સારો પ્રતિસાદ મળ્યો નથી. મંગળવારે બિડિંગના બીજા દિવસે ગ્લેન્ડ ફાર્માના IPOએ 8.6 ટકા સબ્સ્ક્રાઇબ કર્યું છે જેને  કુલ 26.93 લાખ ઇક્વિટી શેરના બિડ મળ્યા છે. IPO 11 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. આ IPOનું કદ 3.02 કરોડ ઇક્વિટી શેર છે.

સ્ટોક એક્સચેંજના ડેટા અનુસાર રિટેલ રોકાણકારો માટે રાખવામાં આવેલા 35 ટકા શેરમાંથી માત્ર 11.8 ટકા શેર સબ્સ્ક્રાઇબ થયેલ છે ત્યારે ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સ માટે આરક્ષિત 50 ટકા ઇક્વિટી શેરમાંથી 10 ટકા અને નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સ માટે અનામત રાખેલા 15 ટકા શેર માંથી ફક્ત 1 ટકા શેર સબ્સ્ક્રાઇબ છે. આ IPO દ્વારા કંપનીએ લગભગ 6400 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. તેના માટે પ્રતિ શૅર ફ્લોર પ્રાઇસ 1490-1500 રૂપિયા સુધી કરવામાં આવશે. ચીની કંપની Fosun Pharmaની હિસ્સેદારી વાળા Gland Pharmaના IPO હેઠળ 1,250 કરોડ રૂપિયાનો નવો શૅર ઇશ્યૂ કરવામાં આવ્યો છે, જ્યારે 4750 કરોડ રૂપિયાનું ઑફર ફૉર સેલ  રાખવામાં આવ્યો છે.


આ IPOના માટે કંપનીએ કુલ 3.49 કરોડ ઇક્વિટી શેર જારી કર્યા છે. 1250 કરોડ રૂપિયાના નવા શેર બજારમાં મુકાયા હતા. IPOમાં Gland Pharmaના પ્રમોટર્સ તેમનો હિસ્સો વેચી રહ્યા છે. IPOમાં 50 ટકા શેરો ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સના માટે અનામત છે અને 35 ટકા રિટેલ રોકાણકારો દ્વારા ખરીદી શકશે.  15 ટકા શેર નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સ માટે રાખવામાં આવ્યા છે. કંપની ઇન્જેક્ટેબલ દવાઓ બનાવે છે. આ દવાઓ ભારત, અમેરિકા, બ્રિટેન, ઑસ્ટ્રેલિયા અને કેનેડા સહિત 60 દેશોમાં વેચાણ કરાય છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article