PM Modi Government એ સરકારી કંપની દ્વારા જાહેર સાહસની ખરીદી ઉપર પ્રતિબંધ લગાવ્યો, જાણો કારણ

દીપમે કહ્યું છે કે જનહિતમાં કેન્દ્ર સરકારની વિશેષ પરવાનગી બાદ છૂટ આપવામાં આવી શકે છે. આવી કંપનીઓ કે જેમાં સરકારનો 51 ટકા કે તેથી વધુ હિસ્સો હોય તેને જાહેર ઉપક્રમો કહેવામાં આવે છે.

PM Modi Government એ સરકારી કંપની દ્વારા જાહેર સાહસની ખરીદી ઉપર પ્રતિબંધ લગાવ્યો, જાણો કારણ
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 8:15 AM

નફો કરતી જાહેર ક્ષેત્રની કંપનીઓ ખોટ કરતી સરકારી કંપનીઓને ખરીદી શકશે નહીં. મોદી સરકારે(PM Narendra Modi Government) તેના પર પ્રતિબંધ મૂક્યો છે. તેની પાછળ ડિસઇન્વેસ્ટમેન્ટનો હેતુ પૂરો ન થવાનું જણાવવામાં આવ્યું છે. નાણા મંત્રાલયે (Ministry of Finance)જાહેર ક્ષેત્રના સાહસો એટલે કે CPSEsને અન્ય સરકારી સાહસો માટે બિડિંગ કરવાથી પ્રતિબંધિત કર્યા છે. મંત્રાલયનું કહેવું છે કે જે સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવાની છે તેને અન્ય જાહેર સાહસો દ્વારા ખરીદવામાં આવશે તો ડિસઇન્વેસ્ટમેન્ટ પોલિસીનો હેતુ પૂરો થશે નહીં. ઉલ્લેખનીય છે કે કંપનીઓ કે જેમાં સરકારનો 51 ટકા કે તેથી વધુ હિસ્સો હોય તેને જાહેર ઉપક્રમો કહેવામાં આવે છે.

મૂળ હેતુ નિષ્ફળ રહેવાનો ભય

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર જો સરકાર તરફથી કોઈ અન્ય સરકારી સંસ્થા અથવા રાજ્ય સરકારને સંચાલકીય નિયંત્રણ સ્થાનાંતરિત કરવામાં આવે છે તો તે જાહેર ક્ષેત્રની કંપનીની “સહજ બિનકાર્યક્ષમતા” તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં નવી PSE પોલિસીનો મૂળ હેતુ પરાસ્ત થશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એટલે કે DIPAM (DIPAM) એ જણાવ્યું છે કે, “સામાન્ય નીતિ જાહેર ક્ષેત્રના સાહસો (PSEs) કે જે કેન્દ્ર અથવા રાજ્ય સરકારોની માલિકીની છે અથવા સરકારો દ્વારા નિયંત્રિત સહકારી મંડળીઓ છે તેમને વ્યૂહાત્મક અન્ય PSUsનું ખાનગીકરણ થતું હોય ત્યારે ડિસઇન્વેસ્ટમેન્ટમાં બિડ કરવાની મંજૂરી નથી.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

જાહેર ઉપક્રમ શું છે?

દીપમે કહ્યું છે કે જનહિતમાં કેન્દ્ર સરકારની વિશેષ પરવાનગી બાદ છૂટ આપવામાં આવી શકે છે. આવી કંપનીઓ કે જેમાં સરકારનો 51 ટકા કે તેથી વધુ હિસ્સો હોય તેને જાહેર ઉપક્રમો કહેવામાં આવે છે.

સરકાર BPCL ના ખાનગીકરણ પર ફેરવિચાર કરશે

કેન્દ્ર સરકાર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCLના ખાનગીકરણ પર નવેસરથી વિચાર કરવાની તૈયારી કરી રહી છે. એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે સરકાર BPCLના વેચાણની શરતોમાં પણ ફેરફાર કરી શકે છે. અધિકારીએ કહ્યું, “અમે BPCLના ખાનગીકરણના મુદ્દે પુનઃવિચાર કરવો પડશે. ગઠબંધનની રચના, ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને ઊર્જા પરિવર્તન જેવા પાસાઓ છે જેને જોવાની જરૂર છે.”

સરકાર BPCLમાં તેની સંપૂર્ણ 52.98 ટકા ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે. BPCL માટે ત્રણ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ પ્રાપ્ત થયા છે. આમાંથી એક ઑફર ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની આગેવાની હેઠળના વેદાંત ગ્રુપ તરફથી આવી છે.

આ પણ વાંચો : LIC એ IPO લાવતા પહેલા લીધુ પગલું, માર્ચ ક્વાર્ટરમાં શેરબજારમાં લિસ્ટેડ આ કંપનીઓમાં ખરીદી હિસ્સેદારી

આ પણ વાંચો : કોઈ પણ લાંબી ઝંઝટ વગર ઘરે બેઠા ચેક કરો પીએફ બેલેન્સ, આ પધ્ધતિનો કરો ઉપયોગ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">