AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોઈ પણ લાંબી ઝંઝટ વગર ઘરે બેઠા ચેક કરો પીએફ બેલેન્સ, આ પધ્ધતિનો કરો ઉપયોગ

પીએફ ઓફિસની મુલાકાત લીધા વિના અથવા એમ્પ્લોયરને પૂછ્યા વિના પણ પીએફ બેલેન્સ તપાસવાની ઘણી રીતો છે. તમારા એમ્પ્લોઈઝ (employee) પ્રોવિડન્ટ ફંડ (EPF)ની બેલેન્સને તપાસવાની કેટલીક રીતો વિશે જાણીએ.

કોઈ પણ લાંબી ઝંઝટ વગર ઘરે બેઠા ચેક કરો પીએફ બેલેન્સ, આ પધ્ધતિનો કરો ઉપયોગ
PF Balance Check (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 8:00 PM
Share

નવા નાણાકીય વર્ષની (financial year) શરૂઆતમાં, એક મહત્વપૂર્ણ નાણાકીય કાર્ય જે કર્મચારી કરવા માંગે છે તે એ છે કે, તેની પાસે કેટલું પ્રોવિડન્ટ ફંડ બાકી છે? દર મહિને, કર્મચારી પીએફ ખાતામાં મૂળભૂત પગારના 12 ટકાનું નિશ્ચિત યોગદાન આપે છે અને એમ્પ્લોયર સમાન રકમનું યોગદાન આપે છે. પીએફ ઓફિસની મુલાકાત લીધા વિના અથવા એમ્પ્લોયરને પૂછ્યા વિના પણ પીએફ બેલેન્સ તપાસવાની ઘણી રીતો છે. તમારા એમ્પ્લોઈઝ (employee) પ્રોવિડન્ટ ફંડ (EPF)ની બેલેન્સને તપાસવાની કેટલીક રીતો વિશે જાણીએ.

1. EPFO ​​પોર્ટલ દ્વારા

EPFO સબ્સ્ક્રાઇબર સત્તાવાર પોર્ટલ પર લોગ ઈન કરીને પણ પોતાનું PF બેલેન્સ ચેક કરી શકે છે. તમારે આ લિંક પર જવું પડશે- epfindia.gov.in/site_en/index.php. તે પછી, નીચે આપેલા પગલાંને અનુસરવાનું રહેશે.

  1. સૌપ્રથમ, EPFO ​​પોર્ટલ- epfindia.gov.in/site_en/index.php પર લોગઈન કરો.
  2. આ પછી, ‘Our Services’ વિકલ્પ પર જાઓ અને નીચેની તરફ ફોર એમ્પલોઈઝ ક્લિક કરો.
  3. આ પછી, તમારે સર્વિસીસ નીચે મેમ્બર પાસબુક પર જવું પડશે.
  4. પછી, તમને નવા વેબ પેજ- passbook.epfindia.gov.in/MemberPassBook/Login.jsp પર લઈ જવામાં આવશે.
  5. ધ્યાનમાં રાખો કે EPFO ​​સભ્ય તેની પાસબુકને ત્યારે જ એક્સેસ કરી શકે છે જો તેના એમ્પ્લોયરએ UAN એક્ટિવેટ કર્યું હોય. UAN EPFAO દ્વારા આપવામાં આવે છે, પરંતુ એમ્પ્લોયર દ્વારા વેરિફિકેશન કર્યા પછી જ તેને એક્ટિવેટ કરવામાં આવે છે.

2. ઉમંગ એપ દ્વારા

EPFO સબ્સ્ક્રાઇબર્સ તેમના સ્માર્ટફોન પર UMANG એપનો ઉપયોગ કરીને તેમનું PF બેલેન્સ પણ ચેક કરી શકે છે. આ એપ ભારત સરકાર દ્વારા EPFO ​​સભ્યોને એક જ પ્લેટફોર્મ પર વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે લોન્ચ કરવામાં આવી હતી. તેથી યુઝર્સ તેમાં EPF પાસબુક જોઈ શકે છે. આ સિવાય તેઓ EPF ક્લેમ ટ્રેક પણ કરી શકે છે. આ લાભ મેળવવા માટે, EPF સભ્યોએ તેમના મોબાઈલ ફોનમાં UMANG એપ ડાઉનલોડ કરવી પડશે.

3. SMS દ્વારા

સબસ્ક્રાઇબર 7738299899 પર SMS મોકલીને પણ પોતાનું PF બેલેન્સ ચેક કરી શકે છે. SMS ટેક્સ્ટ ફોર્મેટ હશે – EPFOHO UAN ENG. SMSમાં છેલ્લા ત્રણ નંબરો તમારી ભાષાના પહેલા ત્રણ અક્ષરો હશે. આ SMS સેવા અન્ય નવ ભાષાઓમાં ઉપલબ્ધ છે – હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળી. જો કે, એસએમએસ એ મોબાઇલ નંબર પરથી મોકલવાનો રહેશે જે UAN સાથે રજીસ્ટર્ડ છે.

4. મિસ્ડ કોલ દ્વારા

EPFO સભ્ય તેની મિસ્ડ કોલ સેવાનો ઉપયોગ કરીને પણ તેનું PF બેલેન્સ ચેક કરી શકે છે. આ માટે, સબસ્ક્રાઇબરે તેના UAN રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. આમ કરવાથી, EPFO ​​તરત જ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર PF વિગતો મોકલે છે.

આ પણ વાંચો :  Stock Market Updates: બજાર સતત બીજા દિવસે તેજી સાથે બંધ, સેન્સેક્સમાં 874 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 17392ના સ્તરે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">