PM Kisan: ટૂંક સમયમાં ખેડુતોના ખાતામાં 9 માં હપ્તાના રૂપિયા 2000 જમા થશે ,જાણો યાદીમાં તમારું નામ કેવી રીતે ચકાસશો

|

Jul 03, 2021 | 8:50 AM

પીએમ કિસાન યોજના(PM Kisan Samman Nidhi Yojana) અંતર્ગત કેન્દ્રની મોદી સરકાર દરેક લાભાર્થી ખેડૂતના ખાતામાં રૂ2000 ટ્રાન્સફર કરે છે.અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત સરકારે ખેડુતોના ખાતામાં આઠ હપ્તા મોકલ્યા છે.

PM Kisan: ટૂંક સમયમાં ખેડુતોના ખાતામાં 9 માં હપ્તાના રૂપિયા 2000 જમા થશે ,જાણો યાદીમાં તમારું નામ કેવી રીતે ચકાસશો
PM Kisan Samman Nidhi Yojana

Follow us on

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) હેઠળ હવે પછીનો હપતો ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં જમા થશે. પીએમ કિસાનની આગામી નવમા હપ્તા (PM Kisan 9th Installment) ઓગસ્ટમાં આવશે. આપને જણાવી દઇએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત કેન્દ્રની મોદી સરકાર દરેક લાભાર્થી ખેડૂતના ખાતામાં રૂ2000 ટ્રાન્સફર કરે છે.અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત સરકારે ખેડુતોના ખાતામાં આઠ હપ્તા મોકલ્યા છે. યોજનાનો ઉદ્દેશ દેશના ખેડુતોની આવક વધારવાનો છે.

લાભાર્થી યાદીમાં તમારું નામ આ રીતે તપાસો
1. પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે.
2. તેના હોમપેજ પર તમને farmers corner વિકલ્પ દેખાશે.
3. ફાર્મર્સ કોર્નર વિભાગમાં તમારે Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની પસંદગી કરવાની રહેશે.
5. આગળ તમારે Get Reportપર ક્લિક કરવું પડશે. હવે લાભાર્થીઓની સંપૂર્ણ યાદી દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

9માં હપ્તા ની રકમ ન મળે તો હેલ્પલાઈન પર ફરિયાદ કરો
જો કિસાન સન્માન નિધિનો 9 મો હપ્તો બેંક ખાતામાં ન પહોંચે તો પીએમ કિસાન સન્માનના હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી શકાય છે. આ માટે, કેન્દ્ર સરકારે 011-24300606 / 011-23381092 હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. આ સિવાય સોમવારથી શુક્રવાર સુધી પીએમ-કિશન હેલ્પ ડેસ્ક પણ ઈ-મેલ pmkisan-ict@gov.in પર ફરિયાદ કરી શકે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ રીતે રજીસ્ટ્રેશન કરો
તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ઘરે બેઠા નોંધણી કરાવી શકો છો. આ માટે, તમારી પાસે તમારા ખેતીના દસ્તાવેજ, આધારકાર્ડ, મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોવો આવશ્યક છે. તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ, pmkisan.nic.in ની મુલાકાત લઈને નોંધણી કરાવી શકો છો.

Next Article