કાપડ ઉદ્યોગ માટે સારા સમાચાર, ઉત્પાદકો અને નિકાસકારોને હવે મળશે PLI યોજનાનો લાભ

કાપડ નિકાસકારોને સંબોધતા કાપડ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ખૂબ જ ટૂંક સમયમાં આ ક્ષેત્ર માટે PLI યોજના અને મેગા ટેક્સટાઈલ પાર્ક યોજના શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 100 અરબ ડોલરનું નિકાસ લક્ષ્ય અશક્ય નથી.

કાપડ ઉદ્યોગ માટે સારા સમાચાર, ઉત્પાદકો અને નિકાસકારોને હવે મળશે PLI યોજનાનો લાભ
Piyush Goyal (File Image)

કાપડ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર બહુ જલદી બે નિર્ણય લેવા જઈ રહી છે. કાપડ મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) આજે જણાવ્યું હતું કે કાપડ ઉદ્યોગમાં સુધારા લાવવા માટે PLI યોજના અને મેગા ટેક્સટાઈલ પાર્ક યોજના ખૂબ જ જલ્દી અમલમાં મુકવામાં આવશે. સરકાર 7 મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે. તેઓ દેશના ટોચના કાપડ નિકાસકારોને સંબોધી રહ્યા હતા. પિયુષ ગોયલ દેશના વાણિજ્ય મંત્રી પણ છે.

 

 

પિયુષ ગોયલે કહ્યું કે આ કાપડના વેપારીઓ વિશ્વમાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર છે. હું કપડાના નિકાસકારો અને ઉત્પાદકોને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરું છું, જેથી વૈશ્વિક બજારમાં આપણું યોગદાન વધારે વધી શકે. જો આપણે બધા નક્કી કરીએ તો કાપડની નિકાસને સાડા સાત લાખ કરોડ (100 બિલિયન ડોલર) સુધી લઈ જવી મુશ્કેલ નથી. ગોયલે કહ્યું કે આ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી પેદા કરે છે. ઘેર ઘેર, ગામડે ગામડે લોકો તેમાં જોડાઈ શકે છે. મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે આનાથી વધુ સારું ક્ષેત્ર નથી.

 

100 અરબ ડોલરની નિકાસનું લક્ષ્ય પણ મુશ્કેલ નથી

ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારે ટેક્સટાઈલ નિકાસમાં 44 અરબ ડોલરનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગોયલે કહ્યું કે આ વર્ષે અમે આ લક્ષ્ય હાંસલ કરીશું અને આગામી પાંચ વર્ષમાં દેશની કાપડની નિકાસ વધીને 100 અરબ ડોલર થઈ જશે. કાપડ ઉદ્યોગને વેગ આપવા માટે સરકાર ઘણા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહી છે. જેમાં ઈંગ્લેન્ડ, યુરોપિયન યુનિયન, સંયુક્ત આરબ અમીરાત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થયો છે.

 

PLI યોજના શરૂ કરવામાં આવશે

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ટેક્નિકલ ટેક્સટાઈલ અને માનવસર્જિત ફાઈબર સેગમેન્ટ માટે PLI યોજના ખૂબ જ જલ્દી શરૂ કરવામાં આવશે. આ યોજનાના અમલીકરણથી સ્થાનિક ઉત્પાદન અને નિકાસમાં મદદ મળશે. આ કાર્યક્રમમાં તેમણે ટેક્સટાઈલ પાર્ક વિશે પણ માહિતી આપી હતી.

 

7 ટેક્સટાઈલ પાર્ક પણ તૈયાર કરવામાં આવશે

તેમણે કહ્યું કે મેગા ઈન્વેસ્ટમેન્ટ ટેક્સટાઈલ પાર્ક સ્કીમ (MITRA Scheme) હેઠળ આગામી ત્રણ વર્ષમાં સાત પાર્ક બનાવવામાં આવશે. બહુ જલ્દી તેને મંજૂરી મળવાની છે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે MITRA scheme ની જાહેરાત કરી હતી.

 

 

આ પણ વાંચો :  શું 27 કરોડ VI યુઝર્સ માટે આવી રહ્યા છે કોઈ સારા સમાચાર ? દેવામાં ડૂબેલી કંપની વોડાફોન આઈડિયાનો શેર 5 દિવસમાં 21 ટકા ઉછળ્યો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati