AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Piramal share buyback : વધુ એક કંપનીએ શેર બાયબેક કરવાની યોજના બનાવી, શેર 7% કરતા વધુ ઉછળ્યો

Piramal share buyback: ઇક્વિટી શેર બાયબેક કરવાની દરખાસ્તની જાહેરાત પછી પિરામલ એન્ટરપ્રાઇઝના શેર ઇન્ટ્રાડેમાં 7 ટકાથી વધુ વધીને રૂ. 1081 પર બંધ થયો હતો. આ બાયબેક(Buyback) અંગે 28 જુલાઈએ યોજાનારી કંપનીની બોર્ડ મીટિંગમાં ચર્ચા કરવામાં આવશે.

Piramal share buyback : વધુ એક કંપનીએ શેર બાયબેક કરવાની યોજના બનાવી, શેર 7% કરતા વધુ ઉછળ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 8:14 AM
Share

Piramal share buyback: ઇક્વિટી શેર બાયબેક કરવાની દરખાસ્તની જાહેરાત પછી પિરામલ એન્ટરપ્રાઇઝના શેર ઇન્ટ્રાડેમાં 7 ટકાથી વધુ વધીને રૂ. 1081 પર બંધ થયો હતો. આ બાયબેક(Buyback) અંગે 28 જુલાઈએ યોજાનારી કંપનીની બોર્ડ મીટિંગમાં ચર્ચા કરવામાં આવશે.

કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પિરામલ એન્ટરપ્રાઈઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શુક્રવાર  28 જુલાઈ, 2023 ના રોજ યોજાનારી તેની બેઠકમાં અન્ય દરખાસ્તોની સાથે કંપનીના ઇક્વિટી શેર બાયબેક કરવાના પ્રસ્તાવ પર પણ વિચારણા કરશે. પિરામલ એન્ટરપ્રાઇઝિસ તેના જૂન ક્વાર્ટરના પરિણામો પણ 28 જુલાઈએ જ જાહેર કરશે.

વિપ્રો અને લાર્સન એન્ડ ટુબ્રોએ પણ બાયબેકની જાહેરાત કરી હતી

પીરામલ એન્ટરપ્રાઈઝના ઈક્વિટી શેર બાયબેકની જાહેરાત પહેલા વિપ્રો અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T)એ પણ બાયબેકની જાહેરાત કરી છે. કંપનીઓ સામાન્ય રીતે વધારાના શેરહોલ્ડર મૂલ્ય બનાવવા, શેરની કિંમત વધારવા અને નફો વહેંચવા માટે શેર બાયબેકનો આશરો લે છે. નોંધપાત્ર રીતે, કંપનીએ 1 જુલાઈ, 2023 થી રવિવાર, 30 જુલાઈ, 2023 સુધી શેરબજારમાં તેની ટ્રેડિંગ વિન્ડો બંધ કરી દીધી છે.

L&T પ્રથમ વખત શેર બાયબેક કરી રહ્યું છે

તાજેતરના સમયમાં TCS, Infosys અને Wipro જેવા IT દિગ્ગજોએ શેર બાયબેક કર્યું છે. પરંતુ શેરબજારમાં લાર્સન એન્ડ ટુબ્રોના લિસ્ટિંગ બાદ આ પહેલીવાર છે જ્યારે કંપની શેર બાયબેક કરી રહી છે. બાયબેક કયા ભાવે કરવામાં આવશે તે અંગે બોર્ડ ટૂંક સમયમાં નિર્ણય લેશે. શેર બાયબેક હેઠળ, કંપની તેના શેરધારકો પાસેથી શેર બાયબેક કરે છે. બાયબેક પછી, બજારમાં ઉપલબ્ધ શેરની સંખ્યા ઘટે છે જેના કારણે શેરનું મૂલ્ય વધે છે.

જૂન 2023માં  ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી

અગાઉ જૂન 2023 માં આ નોન-બેંક નાણાકીય કંપનીએ નાણાકીય વર્ષ 2023 માટે શેર દીઠ રૂ. 31ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. FY2023 ના માર્ચ ક્વાર્ટરમાં કંપનીને 196 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. જ્યારે તેના પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં, કંપનીએ રૂ. 109 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.

છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 40 ટકા સ્ટોક વધ્યો હતો

બુધવારે પિરામલ એન્ટરપ્રાઈઝના શેર 7 ટકાથી વધુના વધારા સાથે રૂ. 1081 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. સ્ટોક તેની રૂ. 2084.1 ની સર્વોચ્ચ સપાટી નોંધાઈ છે જયારે 630.45ની નીચી સપાટીથી તે ઘણો ઉપર છે. છેલ્લા ત્રણ મહિનામાં શેરમાં લગભગ 40 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">